Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: ગુજરાતનું ડિજિટલ વિલેજ: ફ્રી Wi-Fiથી લઇ CCTV સુધીની છે સુવિધાઓ
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Friday, December 23, 2016

ગુજરાતનું ડિજિટલ વિલેજ: ફ્રી Wi-Fiથી લઇ CCTV સુધીની છે સુવિધાઓ

શહેરાના પાદરડી ગ્રામ પંચાયતને વાઇફાઇ સજજ કરી


શહેરા તાલુકાના પાદરડી ગ્રામ પંચાયત વાઇફાઇ તેમજ સીસી ટીવી કેમેરાથી સજજ કરવામાં આવ્યા છે. કદાચિત જીલ્લાનું સૌપ્રથમ વાઇફાઇ યુકત ગ્રામ પંચાયત બનશે. 14માં નાણાંપંચ યોજના અંતર્ગત અમલમાં મુકવામાં આવ્યુ છે. તેમજ ગામની સુરક્ષાના ભાગરુપે સીસીટીવી કેમેરા લગાવવામાં આવ્યા છે.

જિલ્લાનું સૌપ્રથમ વાઇફાઇ ગ્રામ પંચાયત


કહેવાય છે કે જેવો રાજા તેવી તેની પ્રજા, રાજા જો સકારાત્મક કંઇક કરી છુટવાની ભાવનાવાળો હશે, કે મારો દેશ, મારૂ રાજય, મારૂ ગામ વિકાસની જે કેડીએ કંડારાઇ છે તેમાં જોડાય તો તે થતા કોઇ રોકી શકતુ નથી. કંઇક આવુ જ શહેરા તાલુકાના પાદરડી ગ્રામ પંચાયતનું છે. જેમાં પૂર્વ સરપંચ તરીકે ડો.કિરણસિંહ સોમસિંહ બારીયા નેતૃત્વ કરતા હતા. અને તેઓના કાર્યકાળ દરમ્યાન પાદરડી ગ્રામ પંચાયતે વિકાસની એક પછી એક કેડીઓ કંડારતા ગયા. વર્ષ 2015માં તાલુકા અને જીલ્લા પંચાયતોની ચૂંટણી યોજાઇ હતી. જેમાં તેઓને શહેરા તાલુકા પંચાયત પ્રમુખ પદે બેસાડવામાં આવ્યા. જો કે કહેવાય છે કે માણસ ગમે તે સ્થાન પર પહોંચે, પરંતુ તે પોતાની માતૃભૂમિને નથી ભુલતો કંઇક એવુ જ આ કિસ્સામાં પણ છે.

14માં નાણાપંચ અંતર્ગત વિકાસ યોજના અમલ





5500 લોકોની વસ્તી ધરાવતુ પાદરડી ગામ સાચા અર્થમાં સૌનો વિકાસ અંતર્ગત દિવાળીના પાંચ દિવસ પહેલા એટલે કે તા.25 ઓકટોબરના રોજ 14માં નાણાંપંચની યોજના અંતર્ગત ગામવાસીઓને વાઇફાઇની સુવિધા પુરી પાડવામાં આવી છે. જેમાં પ્રથમ એક મહિનો ગ્રામજનો વિના મૂલ્યે આનો ફાયદો લઇ શકશે. અને ત્યાર બાદ નજીવા દરે તેઓને આ સુવિધા પુરી પાડવામાં આવશે. આ ઉપરાંત આ સેવાનો લાભ ગામામં આવેલી પ્રાથમિક શાળા, પ્રા.આ.કેન્દ્ર, આંગણવાડી, ગ્રામ પંચાયત કચેરીને પણ આપવામાં આવશે.

No comments:

Post a Comment

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies