Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: વિશ્વમાં ગુંજે છે ગુજરાતના આ આદર્શ ગામનું નામ, આધુનકતાથી છે ભરપૂર
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Tuesday, December 13, 2016

વિશ્વમાં ગુંજે છે ગુજરાતના આ આદર્શ ગામનું નામ, આધુનકતાથી છે ભરપૂર

ગ્રામપંચાયતોની ચૂંટણીઓનું બ્યૂગલ ફૂંકાઇ ગયું છે. ગામડાઓમાં પક્ષો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. આજે ગામડાનો વ્યક્તિ પણ ટેક્નોલોજીના લીધે સજાગ અને હોશિયાર થઇ ગયો છે. ઇન્ટરનેટ અને મોબાઇલ ક્રાંતિએ વિકાસમાં અગાથ ફાળો આપ્યો છે. આજે ગુજરાત સહિત દેશભરમાં એવા અનેક ગામોને છે જે સતત વિકાસરૂપી હરણફાળ ભરી રહ્યાં છે. પણ ડીજીટલ-આદર્શ ગામ સાંભળતા જ તમામના મનમાં એક જ નામ આવે ‘પુંસરી' ગામ. ત્યારે વિકાસને લઇને આજે વિશ્વફલક પર ડંકો વગાડનાર પુંસરી ગામથી કોઇ અજાણ નથી.

આદર્શ ગામ બનાવવામાં પુંસરીના સરપંચની મહત્વની ભૂમિકા
પુંસરીને એક આદર્શ ગામ બનાવવામાં પુંસરીના સરપંચની મહત્વની ભૂમિકા છે. સરપંચ તરીકે 2 ઇનિંગ રમી ચૂકેલા હિંમાશુ પટેલે 10 વર્ષમાં અનેક સમસ્યામાંથી પ્રેરણા લઈ પોતાના ગામને આદર્શ બનાવ્યુ છે. ગુજરાતના પુંસરી ગામની મુલાકાતે માત્ર દેશ નહીં પણ વિદેશના અનેક પ્રતિનિધી મંડળો આવે છે. હાલ ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને ચાલી રહેલા માહોલ વચ્ચે વર્ષ 2006થી પુંસરી ગામના સરપંચ તરીકે રહેલા હિમાશુ પટેલે આ જવાબદારીમાંથી મુક્ત થતા હોવાનું પોતાના ફેસબુક પર જણાવ્યું છે. ત્યારે દિવ્યભાસ્કર.કોમ દ્વારા તેમનો ખાસ ઇન્ટરવ્યું કર્યો હતો જેમાં કેટલીક રસપ્રદ વાતો જાણવા મળી હતી.










No comments:

Post a Comment

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies