Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: સુરતની અજીબો-ગરીબ ઘટનાઃ મધરાતે રોડ પર સર્જાય છે સફેદ ફીણની ચાદર
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Wednesday, December 14, 2016

સુરતની અજીબો-ગરીબ ઘટનાઃ મધરાતે રોડ પર સર્જાય છે સફેદ ફીણની ચાદર

સુરત:કતારગામ ગજેરા સર્કલ નજીકના રોડ મધરાત થતાં જ સફેદ ચાદરમાં બદલાઇ જવાની અજીબો-ગરીબ ઘટનાએ સૌ કોઇને ચોંકાવી નાખ્યા છે. છેલ્લા 10 દિવસથી રોડ ઉપરની ગટર લાઇનમાંથી નીકળતા સફેદ ફીણને લઇ અનેક પ્રશ્નો ઉભા થયા છે.

પાલિકાના અધિકારીઓ પણ આશ્ચર્યમાં મૂકાયા

ગટરમાંથી સફેદ ફીણ નીકળવા બાબતે પાલિકાના અધિકારીઓને પણ પ્રાથમિક તપાસમાં કશું પણ બહાર ન આવતા આશ્ચર્યમાં મૂકાઇ ગયા છે. એક કિલોમીટરના રહેણાંક વિસ્તારમાં ચાલતી કોઇ ગેરકાયદે પ્રવૃતિને લઇ ગટરમાંથી સફેદ ફીણ બહાર આવી રહ્યું હોવાની લોકોમાં ચર્ચાઓ ઉઠી રહી છે.

10 દિવસથી નીકળતા સફેદ ફીણથી લોકો પરેશાન


સ્થાનિક લોકોએ જણાવ્યું હતું કે, રાત્રીના એક વાગ્યા બાદ જ ગટરમાંથી કેમિકલયુક્ત સફેદ ફીણ રોડ ઉપર આવેલી ગટરમાંથી બહાર આવી રહ્યું છે. આ એક અજીબો-ગરીબ ઘટના છે. લગભગ એક કિલોમીટરના વિસ્તારમાં મોટાભાગની સોસાયટીઓ આવેલી છે. રહેણાંક વિસ્તારમાં કોઇ ગેરકાયદે પ્રવૃતિ ચલાવતા હોય અને તેમાં વપરાતા કેમિકલમાંથી નીકળતા સફેદ ફીણને ગટરમાં નાખતા હોય એવું પણ અનુમાન કરાઇ રહ્યું છે. છેલ્લા 10 દિવસથી નીકળતા આ ફીણની દુર્ગંધને લઇ લોકો ત્રાહિમામ પોકારી ગયા છે. પોલીસ અને પાલિકાના અધિકારીઓ રોજ રાત પડેને આવે છે અને જોઇને જતાં રહેતા હોવાનું લોકોએ જણાવ્યું હતું. 




ફાયર વિભાગ સફેદ ચાદરવાળા રસ્તા રાતો રાત સાફ કરી નાખે છે
 
વધુમાં ઉમેર્યું હતું કે, આ બાબતે પાલિકાના ઉચ્ચ અધિકારીઓથી માંડી સ્થાનિક નેતાઓને પણ રજુઆત કરવામાં આવી છે. પાલિકાના અધિકારીઓએ પણ લગભગ રોજ રાત્રી દરમિયાન નીકળતા સફેદ ફીણને લઇ તમામ સર્વે કરી લીધો છે. તેમ છતાં તેમની પકડમાં હજુ સુધી કંઇ હાથ લાગ્યું હોય એ વાત માની શકાય એમ નથી. પરતું હાલ રાત્રી દરમિયાન ફાયરને સફેદ ચાદરવાળા રસ્તા રાતો રાત સાફ કરી દેવાની કામગીરી સોંપી દેવાઇ છે. જોકે હાથમાં પકડતા જ તેની ચિકાસ પરથી અનુમાન કરાઇ રહ્યું છે કે આ સફેદ ફીણ કોઇ ઇન્ડસ્ટ્રીમાં વપરાતું કેમિકલ પણ હોય શકે છે. જોકે હાલ પાલિકા આ બાબતે તપાસ કરી રહી છે. 









No comments:

Post a Comment

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies