Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: Gandhiji Thoughts
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places
Showing posts with label Gandhiji Thoughts. Show all posts
Showing posts with label Gandhiji Thoughts. Show all posts

Friday, June 30, 2017

મોનસૂનમાં અહીં જોવા મળે છે અદભૂત પ્રાણીઓ, જુઓ ભાગ્યેજ જોવા મળતા PICS

મોનસૂનમાં અહીં જોવા મળે છે અદભૂત પ્રાણીઓ, જુઓ ભાગ્યેજ જોવા મળતા PICS

ગુજરાત કુદરતી સંપદાઓથી ભરેલું છે, ગુજરાત પાસે સૌથી લાંબો 1600 કિ.મીનો દરિયા કાંઠો છે અને એક પ્રવાસન સ્થળ તરીકે આ દરિયા કિનારો ઉભરી રહ્યો છે, સોમનાથ હોય, દ્વારિકા હોય, પોરબંદર હોય કે પછી જામનગર અને કચ્છ બધે જ આપણને કંઇક કંઇક કુદરતી સૌંદર્યનો નજારો જોવા મળી રહે છે, જોકે આજે વાત એક એવા દરિયા કાંઠાની કરવાની છે, જે ગુજરાતનો સૌથી સ્વચ્છ દરિયા કાંઠો માનવામાં આવે છે. બેટ દ્વારિકા પાસે આવેલો ડન્ની પોઇન્ટ પોતાની સુંદરતા અને સ્વચ્છતાના કારણે હંમેશા પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો છે.  જો મોસમ એવી હોય અને કિસ્મત હોય તો આ દરિયામાં ડોલફિન જોવા મળે છે કારણ કે એ અનૂકુળ મોસમમાં જ બહાર આવે છે. 


 
ગુજરાતના અન્ય દરિયા કિનારાની સરખામણીએ સ્નાન લેવા અને સનબાથ માટે આ કાંઠો શ્રેષ્ઠ માનવામાં આવે છે. તેમજ આ બીચ પર તમને એનેક કુદરતી સંપદાઓ પણ જોવા મળે છે. બીચની સુંદરતા અને સ્વચ્છતાના કારણે દરિયાઇ જીવો પણ આપણને સહજતાથી જોવા મળી રહે છે. દરિયાની રાણી સમાન ગણાતી ડોલફિન્સ આપણને અહી જોવા મળી જાય છે અને એટલા માટે જ અહી પ્રવાસીઓની ભીડ પણ સારી એવી જોવા મળે છે. આ સ્થળે પ્રેમની અનુભૂતિ કરવા માટે પણ ખાસ માનવામાં આવે છે કારણ કે અહીનો નજારો રમણીય અને પ્રેમને વધુ ગાઢ બનાવે તેવો હોય છે.
 
 
ડન્ની પોઇન્ટ્સના આકર્ષણ અંગે વાત કરીએ તો ડોલફિન્સ, મરીન ટર્ટલ્સ, જેલી ફીશ, સી ફેધર, સી અનેમનિ, બ્રિસ્ટલ વોર્મ્સ, કોરલ્સ, મલૌસ્ક્સ, ક્રેબ્સ, સ્ટારફીશ, સી કૂકમ્બર, બાર્નકલ્ સહિતના દરિયાઇ જીવો જેવા આકર્ષણ જોવા મળે છે. ડન્ની પોઇન્ટ્સની મુલાકાત દરમિયાન ડોલફિન્સને કેમેરામાં કંડારવાની આહલાદક તક અને અનુભવ મળી રહે છે, જેને માણવાનુ પ્રવાસીઓ ક્યારેય ચૂકતા નથી. આ ઇકો ટૂરિઝમ સાઇટ્સ પર તમે અનેક પ્રકારની એક્ટિવિટી કરી શકો છો. જેમકે નેચર ગેમ્સ, કોસ્ટલ ટ્રેકિંગ, મરિન લાઇવ ઓબ્ઝર્વેશન, કેમ્પ ફાયર, લર્ન નેવિગેશન, ડોલફિન શૂટિંગ, બીચ કેમ્પિંગ, વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી, કોરલ રીફ જોઇ શકો છો, સન સેટની મજા માણી શકો છો. જ્યારે તમે આ બીચની મુલાકાત લો ત્યારે સાથે જરૂરી ક્લોથ્સ,  લાઇટ વુલેન વીઅર, કેમેરા જેવી સામગ્રી લઇ જવાનું ન ભૂલો. ડન્ની પોઇન્ટ દ્વારિકાથી 30 કિ.મી દૂર આવેલું છે ત્યાં જવા માટે તમને અનેક ટ્રાન્સપોર્ટેશનના સાધનો મળી શકે છે.











 

Wednesday, December 14, 2016

દિવસમાં બે-વાર અરબસાગરમાં ગાયબ થાય છે આ મંદિર, શિવપુત્રે કર્યું'તું નિર્માણ!

દિવસમાં બે-વાર અરબસાગરમાં ગાયબ થાય છે આ મંદિર, શિવપુત્રે કર્યું'તું નિર્માણ!

સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભારતનું સૌથી રહસ્યમય મંદિર છે. સ્તંભેશ્વર મહાદેવ મંદિરને અદ્રશ્ય થનાર મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિરને અદ્રશ્ય થતું મંદિર કહેવા પાછળ એક અનોખી ઘટના છે. તે ઘટના વર્ષમાં ઘણીવાર જોવા મળે છે, જેના કારણે આ મંદિર પોતાનામાં જ ખૂબ ખાસ છે.


ક્યાં છે આ અનોખું મંદિરઃ-

સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાત રાજ્યના વડોદરા શહેરથી લગભગ 60 કિમીના અંતર પર સ્થિત કવિ કમ્બોઈ ગામમાં છે. આ મંદિર અરબ સાગરમાં ખંભાતની ખાડીના કિનારે સ્થિત છે. દરિયાની વચ્ચે સ્થિત હોવાને કારણે તેની સુંદરતાં જોવા લાગ્ય છે. દરિયાની વચ્ચે સ્થિત હોવાને કારણે આ મંદિરનું સૌંદર્ય વધે છે અને સાથે જ એક અનોખી ઘટના પણ જોવા મળે છે.


Tuesday, December 13, 2016

વિશ્વમાં ગુંજે છે ગુજરાતના આ આદર્શ ગામનું નામ, આધુનકતાથી છે ભરપૂર

ગ્રામપંચાયતોની ચૂંટણીઓનું બ્યૂગલ ફૂંકાઇ ગયું છે. ગામડાઓમાં પક્ષો તડામાર તૈયારીઓમાં લાગી ગયા છે. આજે ગામડાનો વ્યક્તિ પણ ટેક્નોલોજીના લીધે સજાગ અને હોશિયાર થઇ ગયો છે. ઇન્ટરનેટ અને મોબાઇલ ક્રાંતિએ વિકાસમાં અગાથ ફાળો આપ્યો છે. આજે ગુજરાત સહિત દેશભરમાં એવા અનેક ગામોને છે જે સતત વિકાસરૂપી હરણફાળ ભરી રહ્યાં છે. પણ ડીજીટલ-આદર્શ ગામ સાંભળતા જ તમામના મનમાં એક જ નામ આવે ‘પુંસરી' ગામ. ત્યારે વિકાસને લઇને આજે વિશ્વફલક પર ડંકો વગાડનાર પુંસરી ગામથી કોઇ અજાણ નથી.

આદર્શ ગામ બનાવવામાં પુંસરીના સરપંચની મહત્વની ભૂમિકા
પુંસરીને એક આદર્શ ગામ બનાવવામાં પુંસરીના સરપંચની મહત્વની ભૂમિકા છે. સરપંચ તરીકે 2 ઇનિંગ રમી ચૂકેલા હિંમાશુ પટેલે 10 વર્ષમાં અનેક સમસ્યામાંથી પ્રેરણા લઈ પોતાના ગામને આદર્શ બનાવ્યુ છે. ગુજરાતના પુંસરી ગામની મુલાકાતે માત્ર દેશ નહીં પણ વિદેશના અનેક પ્રતિનિધી મંડળો આવે છે. હાલ ગુજરાતમાં ગ્રામ પંચાયત ચૂંટણીને લઈને ચાલી રહેલા માહોલ વચ્ચે વર્ષ 2006થી પુંસરી ગામના સરપંચ તરીકે રહેલા હિમાશુ પટેલે આ જવાબદારીમાંથી મુક્ત થતા હોવાનું પોતાના ફેસબુક પર જણાવ્યું છે. ત્યારે દિવ્યભાસ્કર.કોમ દ્વારા તેમનો ખાસ ઇન્ટરવ્યું કર્યો હતો જેમાં કેટલીક રસપ્રદ વાતો જાણવા મળી હતી.










Thursday, December 8, 2016

ગુજરાતનું આ મંદિર 5 હજાર વર્ષ પહેલાં શ્રીકૃષ્ણએ બનાવેલુ, જુઓ અૈતિહાસિક નજારો

સૌથી વધુ પ્રાચીન સ્મારક કે ભવન હોય તો તે જામજોધપુર તાલુકામાં આવેલું ગોપનું મંદિર છે. આ મંદિર ગુજરાતનું સૌથી પ્રાચીન મંદિર ગણાય છે. આ મંદિરના કાળ અને દેવતા બાબતે હજુ પણ વિદ્વાનો એકસૂર નથી. કેટલાક તેને રામ-લક્ષ્મણનું તો કોઇ સૂર્ય મંદિર હોવાનું ગણાવે છે. એક ઐતિહાસિક માન્યતા મુજબ મંદિરમાં વિષ્ણુ-સ્કંદની મૂર્તિઓની પૂજા થતી હોવાનું માને છે.

મંદિરની બાંધણી અને સ્થાપત્ય કળા ઉપરથી તેમાં સિંધના મિરપુર ખાસની અસર દેખાય છે. ડો. આર.એન. મહેતા અને ડો. હસમુખ સાંકળિયાના મતે આ મંદિર પાંચમી સદીનુ હોવાની શક્યતા છે, કારણ કે મિરપુર ખાસના સ્તૂપને સરખાવવામાં આવે તો તેનો સમયગાળો ગોપના મંદિરને બંધબેસતો આવે છે અને કોઇપણ સંજોગોમાં જૂનાગઢના ઉપરકોટની ગુફાઓ પહેલાનો હોઇ શકે નહીં. બન્ને સ્મારકો ઉપર સેતા બારી, કોતરણી સમાન હોવા છતાં જૂનાગઢ ગોપ કરતા પહેલાનું ગણાય છે. ગોપના મંદિરે વૈદિક હેતુઓ ગુમાવી દીધા છે. વળી મંદિરની આજુબાજુમાંથી પોલીશ્ડ રેડ વેર(લાલ ઠીકરો) ઉપરથી મંદિર ક્ષત્રપ કાલન હોવાની માન્યતા દૃઢ બને છે.

Wednesday, December 7, 2016

Selfie with Shiva: સમુદ્રની લહેરો વચ્ચે 196 વર્ષથી અડીખમ છે આ શિવ મંદિર

અરબી સમુદ્રના કિનારે આવેલુ છે પ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવનું પ્રાચીન મંદિર. આ તીર્થધામ ભારતનું એક સુવિખ્યાત યાત્રાધામ તરીકે ઓળખાય છે. આ મંદિરનો ઇતિહાસ પણ ખૂબજ અનોખો છે. કહેવાય છેકે. રાવણે આકરું તપ કરી શિવજીને પ્રસન્ન કર્યા હતા, જેના વરદાન સ્વરૂપ તેણે શંકર લિંગ પોતાની સાથે લંકા લઇ જાવ માગ્યું. ભગવાન શિવે વરદાન તો આપ્યુ પણ સાથે એ શરત મુકી કે, લંકા પહોચ્યા પહેલા જો આ લીંગ જમીન મુકાશે તો તેની પ્રતિષ્ઠા તેને ત્યાજ કરવી પડશે. વરદાન મળ્યા બાદ રાવણ શિવલીંગ લઇને લંકા તરફ નીકળી ગયો, બ્રહ્માજીએ નારાયણ સરોવર પાસે ખાડામાં ફસાયેએલી ગાયનું સ્વરૂપ લધું. ગાયને બચાવા જતા રાવણે શિવલીંગને જમીન પર મુકી દીધી. લિંગ જમીન પર મુકતા જ તેના 1 કરોડ લિંગ બની ગયા. રાવણ સાંચી લિંગના ઓળખી શકતા તેણે ત્યાજ શિવલીંગની પ્રતિષ્ઠા કરી જે આજે કોટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.
આ પવિત્ર તીર્થધામે હજારોની સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. અને અહિના અદભૂત નજારાનો આનંદ ઉઠાવે છે. તો બીજી તરફ આ પ્રાચીન મંદિર અરબી સમુદ્રના કિનારે આવેલુ હોવાથી ભક્તો દર્શનની સાથે સાથે સેલ્ફી પડાવતા પણ જોવા મળે છે.

કચ્છ રણોત્સવમાં સહેલાણીઓ માટે આવી હોય છે સુવિધાઓ, જાણો આ વખતે શું હશે ખાસ

કચ્છના ધોરડો ખાતે રણોત્સવની શરૂઆત થઇ ગઇ છે ત્યારે દેશ-વિદેશમાંથી આવતા સહેલાણીઓને કચ્છની સંસ્કૃતિ અને કલા કારીગીરીને નિહાળવા આવતા હોય છે. આ વાતથી આપણે બધા જ જાણકાર છીએ કે ગુજરાતના ખુણે-ખુણે ભવ્ય ઇતિહાસ અને અદભૂત કારીગીરીનો ખજાનો છુપાયેલો છે. એવું જ તેમાનું એક કચ્છ છે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં રણોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કચ્છના ધોરડો ખાતે યોજાતો રણોત્સવ સહેલાણીઓને આકર્ષવામાં સફળ રહેતો હોય છે પરંતુ આ વર્ષે વરસાદી પાણી ન સુકાતા સફેદ રણનો નજારો તો માણી નહીં શકે અને સહેલાણીઓમાં નિરાશ જોવા મળતી હોય તેવું મનાઇ રહ્યું છે.

દેશ-વિદેશના સહેલાણીઓમાં ભારે આકર્ષણ ઉભું કરનાર રણોત્સવમાં દર વર્ષે ટેન્ટસીટી ઉભી કરવામાં આવે છે. આ ટેન્ટસીટીમાં આ આ વર્ષ પણ અંદાજીત 300 થી 350 જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. આ ટેન્ટસીટીમાં અલગ-અલગ પ્રકારની ટેન્ટની સુવિધાઓ આપવામાં આવે છે. જેમ કે ડિલક્સ એસી સ્વિસ કોટેજ, નોન એસી સ્વિસ કોટેજ, પ્રીમિયમ ટેન્ટ, ઈકોનોમી ટેન્ટ વગેરે જેવા ટેન્ટની સુવિધાઓ આપવામાં આવે છે. આ સાથે જ પ્રથમ વખત ટેન્ટસિટીમાં ઈકોનોમી ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જેના કારણે મધ્યમવર્ગના લોકો પણ આ રણોત્સવની મજા માણી શકે. તેમજ રણોત્સવમાં ક્રાફ્ટ બજાર પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ બજારમાં અલગ-અલગ ક્રાફ્ટ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં કચ્છના અલગ-અલગ ગામોના હસ્તકળાના કારીગરો પોતાની કારીગરી સહેલાણીઓ સમક્ષ રજૂ શકે છે.


Tuesday, May 3, 2016

તવા ભીંડી - ગુજરાતી વાનગી

તવા ભીંડી

સામગ્રી

-અઢીસો ગ્રામ ભીંડા
-એક નંગ ડુંગળી
-એક ટીસ્પૂન અજમો
-એક ટીસ્પૂન ધાણા પાવડર
-એક ટીસ્પૂન વરિયાળીનો ભૂકો
-અડધી ટીસ્પૂન હળદર
-અડધી ટીસ્પૂન મરચું પાવડર
-અડધી ટીસ્પૂન આમચૂર
-અડધી ટીસ્પૂન ગરમ મસાલો
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ

રીત

સૌપ્રથમ ભીંડાને ધોઈને લૂછી લો. દરેક ભીંડાને વચ્ચે કાપો મૂકો. ડુંગળીને બારીક સમારી લો. તેમાં અજમા સિવાયની બધી જ સામગ્રી નાખીને બરાબર મિક્ષ કરી લો. આ મિશ્રણને ભીંડામાં ભરી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં અજમો નાખો. અજમો લાલ રંગનો થાય એટલે ભીંડા નાખો. થોડી વાર સુધી સાંતળીને ભીંડા નરમ થાય એટલે ગેસ ધીમો કરીને ભીંડાને ચઢવા દો. ભીંડા બરાબર ચઢી જાય એટલે કોથમીર નાખીને સર્વ કરો.

Monday, December 21, 2015

પંચ મહોત્સવ વર્લ્ડ હેરિટેજ પાવાગઢમાં

વર્લ્ડ હેરિટેજ પાવાગઢમાં 23થી 27 ડિસેમ્બર પંચ મહોત્સવ યોજાશે...અમદાવાદ- જગ પ્રસિધ્ધ શક્તિપીઠ પાવાગઢ-ચાંપાનેરમાં 23થી...

Posted by Panchmahal Tourism on Monday, December 21, 2015

મેથીના ગોટા અને દાળવડાને બહું ખવડાવ્યાં હવે બનાવો 'ચાઈનીસ ભજીયા

મેથીના ગોટા અને દાળવડા તો ઘરમાં બહું બનાવ્યાં હવે આપણે બનાવીશું ચાઈનીઝ ભજીયા.

Tuesday, October 27, 2015

ચટાકેદાર 'મિરચી વડાં' બનાવો આ રીતે


મરચાં, બટાકા અને ડુંગળીના કોમ્બીનેશનમાં બનતાં 'મિરચી વડાં' ખાવામાં લાગે છે એકદમ ટેસ્ટી અને બનાવવામાં એકદમ સરળ હોય છે.  જાણો તેની રીત.

સામગ્રી

લીલાં લાંબા મરચાં- ૨૫૦ ગ્રામ
બટાકા - ૨૫૦ ગ્રામ
ડુંગળી- ૧૦૦ ગ્રામ
ચણાનો લોટ - ૧૫૦ ગ્રામ
ખાવાનો સોડા એક ચપટી
તળવા માટે તેલ જરૂરી મુજબ
રાઈ, મીઠું, હળદર, મરચું, હિંગ, ધાણાજીરું જરૂર મુજબ

રીત
  • પહેલા બટાકાને બાફી લો.
  • ડુંગળીને ઝીણી સમારી લો.
  • લસણ, લીલાં મરચાં, વાટી નાખો.
  • બાફેલાં બટાકાની છાલ ઉતારી હાથ વડે મસળી નાખો.
  • એમાં ડુંગળી નાખો.
  • એનો રાઈથી વઘાર કરી મીઠું, હળદર, મરચું અને હિંગ નાખો.
  • ધાણાજીરું પાવડર નાંખી ચમચા વડે હલાવો.
  • એકરસ થાય ત્યારે નીચે ઉતારી લો.
  • લીલાં મરચાંને ધોઈને ઊભા ચીરી નાખો.
  • હવે મરચાંની ફાટમાં તૈયાર થયેલું ઉપર મુજબનું મિશ્રણ ભરો.
  • પછી ખાવાનો સોડા ચણાના લોટમાં નાખી ખીરું તૈયાર કરો.
  • એમાં ભરેલા મિરચી વડાં બોળીને ગરમ કરેલાં તેલમાં તળી લો.
  • તેલ નિતારી બહાર કાઢી લો.
  • આ મિરચી વડાં કોઈપણ ચટણી સાથે પીરસો.

Monday, October 26, 2015

આજે શરદપૂનમ: ચંદ્રદર્શનની સાથે માણો દૂધપૌંઆની લિજ્જત


ગુજરાતમાં આજે શરદપૂનમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. શરદપૂનમના દિવસે ખાસ કરીને નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે ચંદ્રદર્શનનું અને સાથે સાથે દૂધપૌંઆનું પણ અનેરું મહત્વ છે. ચંદ્રદર્શન કરેલા ઠંડા દૂધપૌંઆ ખાવાનો રિવાજ છે. જો તમે તમારા રસોડે દૂધપૌંઆ બનાવવાનું વિચારી રહ્યા છો તો નોંધી લો આ સરળ રેસિપિ અને ખુશ કરી દો ઘરના તમામ સભ્યોને. રાતે જમ્યા બાદ તમે આ ઠંડા અને ચંદ્રદર્શન કરાવેલા દૂધપૌંઆની મજા માણવાનું ચૂકશો નહીં.

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies