Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: Weekend Ahmedabad
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places
Showing posts with label Weekend Ahmedabad. Show all posts
Showing posts with label Weekend Ahmedabad. Show all posts

Sunday, January 8, 2017

ગુજરાતનું આ હિલ્સ સ્ટેશન છે Natural Beautyથી ભરપૂર, જુઓ અદભૂત નજારો

વિલ્સન હિલ ધરમપુરમાં આવેલુ છે. જે દક્ષિણ ગુજરાતનું સૌથી સુંદર અને જોવાલયક સ્થળ માનુ એક છે. વલસાડમાં ડુંગરાળ પ્રદેશો છે જે શિયાળા - ચોમાસામાં કુદરતી સૌદર્યથી ખીલી જાય છે. 

તો બીજી તરફ ધરમપુરમાં આવેલ પંગારબારી ગામમાં આવેલ વિલ્સન હિલ ધુમ્મસ ભર્યા વાતાવરણથી ખીલી જાય છે અને સાથે સાથે આ હિલ ડુંગરની ટોચ પર હોવાથી તેના પર અથડાતા વાદળોથી તેનો નજારો કઇક અલગ જ હોય છે. 

જેના કારણસર આ હિલની મુલાકાતે અસંખ્ય પ્રવાસીઓ આવતા હોય છે અને આ કુદરતી સૌદર્યની મજામાણતા જોવા મળે છે. મિત્રો સાથે વેકેશનની મસ્તી વગેરે માટેનું તો ખાસ પ્લાનિંગ થતું રહે છે ત્યારે ગુજરાતના આ હિલની મુલાકાતે જરૂર જવું જોઇએ. 



અમદાવાદીઓએ ‘કાઈટ ફેસ્ટિવલ’ની માણી મજા: વિદેશી યુવતીઓએ ચગાવ્યો પતંગ

અમદાવાદ : અમદાવાદના સાબરમતી રિવરફ્રન્ટ ખાતે ગુજરાત સરકાર દ્વારા આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ 2017નો ગુજરાતના મુખ્યમંત્રી વિજય રૂપાણીએ પ્રારંભ કરાવ્યો હતો. આ પતંગ મહોત્સવ 7 દિવસ સુધી એટલે કે 14મી જાન્યુઆરી સુધી ચાલશે. આ મહોત્સવમાં અમદાવાદના સહિત વિદેશીઓ પણ આકર્ષણ જમાવ્યું હતું. જેમાં લોકએ પતંગ ચગાવીને મજા માણી હતી.


સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સાર્થક કરીએ: રૂપાણી

કાઈટ ફેસ્ટિવલ દરમિયાન વિજય રૂપાણીએ જણાવ્યું હતું કે, આંતરરાષ્ટ્રીય પતંગ મહોત્સવ નરેન્દ્રભાઈ મોદીના કાર્યકાળથી શરૂ થયું હતું જેનાથી મકરસંક્રાંતિ એકદમ લાઈવ બની છે. આ કાઈટ ફેસ્ટિવલ સાથે ગુજરાત સરકારે ‘કરૂણા અભિયાન’ પણ શરૂ કર્યું છે. આ અભિયાનમાં ઘાયલ પક્ષીઓની સારવાર કરવામાં આવશે. આ ઉપરાંત તેમણે કહ્યું કે કાર્યક્રમમાં બાળકો દ્વારા સૂર્યનમસ્કાર પણ કરવામાં આવ્યા. આ દ્વારા શરીરમાં શક્તિનું સિંચન કરે છે તેથી સૂર્યની પૂજા આપણે વર્ષોથી કરીએ છીએ આપણને તેનાથી ઘણાં લાભ થાય છે. મકરસંક્રાંતિ તલ અને ગોળનો ઉત્સવ છે જેમ તલ અને ગોળ એકબીજામાં ભળી જાય છે તેવી જ રીતે આપણે પણ એકબીજામાં ભળીને સૌનો સાથ સૌનો વિકાસના મંત્રને સાર્થક કરવાનો છે. આપણે સાથે મળીને આગળ વધવાનું છે.
મહોત્સવના અન્ય આકર્ષણો

આ મહોત્સવમાં 31 દેશોમાંથી 114 પતંગબાજો હાજર રહ્યા હતાં. સમગ્ર દેશમાંથી 150 અને રાજ્યના 350 લોકો સાથે મળી 400થી વધુ પતંગબાજો પોતોનું કરતબ બતાવ્યું હતું. આખા રાજ્યમાં કુલ 14 જગ્યાએ પતંગોત્સવની ઉજવણી કરવામાં આવી રહી છે. સાત દિવસ ચાલનારા આ મહોત્સવના મુખ્ય આકર્ષણોમાં મુખ્યત્વે ગુજરાત પ્રવાસી સ્થળો પર થીમ પેવેલિયન, કાઈટ મેકિંગ વર્કશોપ, એડવેન્ચર એક્ટિવીટિઝ, 360 VR ડિસપ્લે, ક્રાફ્ટ બજાર તથા ફૂટ સ્ટોલ રાખવામાં આવશે.

Monday, January 2, 2017

અભાપુર ટેન્ટ સીટી ખાતે 5મી જાન્યુઆરીથી પોળોત્સવ - પોળોના જંગલ

હિંમતનગર, વિજયનગર: વિજયનગર તાલુકાના અભાપુર ટેન્ટ સીટી ખાતે 5મી જાન્યુઆરીથી પોળોત્સવ શરૂ થઇ રહ્યો છે. જેનો આરંભ મુખ્યમંત્રી વિજય રૂપાણીની ઉપસ્થિતિમાં કરાનાર હોઇ ટેન્ટ સીટી અને રિસોર્ટ ખાતે વહીવટી તંત્ર દ્વારા તડામાર તૈયારીઓ ચાલી રહી છે. સાબરકાંઠાના મિનિ કાશ્મીર ગણાતા આ પોળોના જંગમાં પાકૃતિક અને ઐતિહાસિક વિરાસતનો ખજાનો હોઇ પ્રવાસીઅો મોટી સંખ્યામાં આવે છે. જેની જાણકારી વધુ લોકો સુધી પહોંચે તે માટે ગત વર્ષથી આ ઉત્સવની શરૂઅાત કરાઇ છે.


વિજયનગર તાલુકાના અંદ્રોખાથી વણજ ડેમ સુધી પથરાયેલી વનરાજી અને ઐતિહાસિક પુરાતત્વીય ધરોહર તથા સમૃધ્ધ શિલ્પ સ્થાપત્યથી દુનિયાને વાકેફ કરાવી ટૂરીઝમને પ્રોત્સાહન મળે તે હેતુસર પ્રતિ વર્ષ શિયાળામાં પોળોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. ચાલુ વર્ષે 5મી જાન્યુઆરીથી 5મી માર્ચ સુધી ચાલનારા પોળોત્સવમાં વધુને વધુ પ્રવાસીઓ આવે તે માટે તડામાર તૈયારીઓ ચાલી રહી છે. 5મી જાન્યુઆરીએ પોળોત્સવના પ્રારંભ સમયે મુખ્યમંત્રી વિજય રૂપાણી, વિધાનસભા સ્પીકર રમણલાલ વોરા, પ્રવાસન મંત્રી ગણપતસિંહ વસાવા, કલેકટર પી.સ્વરૂપ, ડીડીઓ હર્ષ વ્યાસ સહિત અધિકારીઓ હાજર રહેનાર છે.


ઉત્સવના આકર્ષણો

પોળોમાં ટેન્ટસિટી, રિસોર્ટ, સાંસ્કૃતિક કાર્યક્રમો, એડવેન્ચર એકટીવીટી, રેલ રોડ, ક્રોસ લોગ, હેંગીંગ હેઝ, ઝીગ-ઝેગ બોર્ડ વોક, એક્રોસ વૂડન ફૂટ પ્રીન્ટ વોક,  રોપ ટ્રાવર્ઝીંગ, બર્ડ વોકીંગ સહિતની સુવિધાઓ પ્રાપ્ત કરાવાઇ છે.  

Tuesday, December 27, 2016

કદવાર ગામે આવેલું 1800 વર્ષ જૂનું ભગવાન વારાહ સ્વરૂપનું અતિપ્રાચિન મંદિર

કદવાર ગામે આવેલું 1800 વર્ષ જૂનું ભગવાન વારાહ સ્વરૂપનું અતિપ્રાચિન મંદિર

ગિર-સોમનાથ જિલ્લામાં છેવાડાનાં દરિયાકાંઠે સોમનાથથી 12 કિમી દૂર ભારતવર્ષનું એકમાત્ર ભગવાનનાં વારાહ સ્વરૂપનું અતિપ્રાચીન મંદિર આવેલું છે. મૌર્ય સમયની કલા, સંસ્કૃતિ અને કોતરકામથી શોભતું આ ભવ્ય મંદિર કદવાર ગામે આવેલું છે. ઇસ 212નાં ચંદ્રગુપ્ત મૌર્ય યુગની ઉત્તમ શિલ્પકળાની ઝાંખી અહીં થાય છે.

કદવાર ગામે 1800 વર્ષ જૂનું છે આ મંદિર


સોમનાથથી 12 કિમી દૂર કદવાર ગામે વારાહ ભગવાનનું મંદિર આવેલું છે. જેમાં ઇસ 212ની ચંદ્રગુપ્ત મૌર્યનાં યુગની ઉતમ શિલ્પકળાથી શોભે છે. તે ભારતવર્ષનું એકમાત્ર ભગવાનનાં વારાહ સ્વરૂપનું ભવ્ય મંદિર છે. મંદિર 1800 વર્ષ જૂનું છે. આ પવિત્ર સ્થળને અરબી સમુદ્રનાં ઘુઘવાતા સફેદ મોજાં સતતપણે પખાળતા રહે છે. સૌરાષ્ટ્રમાં ઇસ. 212થી ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું ત્યારે રાજા ધનાનંદનાં સાળાએ ભવ્ય મંદિર બંધાવ્યું હતું. કદવાર ગામનું જૂનું નામ કદ્વાર હતું તેમ જાણવા મળે છે.

Sunday, December 25, 2016

અ'વાદમાં સાત્વિક ફૂટ ફેસ્ટિવલઃ વિસરાતી જતી વાનગીઓએ જમાવ્યું આકર્ષણ

અમદાવાદ : શહેરના ફાસ્ટ ફૂડ લવર્સને ટ્રેડિશનલ ફૂડ ટ્રાય કરવાનો અવસર મળ્યો છે. ત્રણ દિવસ માટે ટ્રેડિશનલ ફૂડ ફેસ્ટિવલ શરૂ થયો છે. સૃષ્ટિના ઉપક્રમે એઈએસ ગ્રાઉન્ડ ખાતે શરૂ થયેલા વિસરાતી વાનગી મહોત્સવમાં વખતે 400 કરતાં વધારે વાનગીઓ રજૂ થઈ છે. વિસરાતી વાનગીઓમાં વખતે પોટલી ઢોકળી, મલ્ટિગ્રેન દાલબાટી, બામ્બૂશૂટ કરી, આદુતલની સુખડી, બકરી-ઉંટડીનાં દૂધ, મરાઠા દરબારમાં ઝૂલકાં ભાખર અને સાથે સાથે આયુર્વેદીક પાન આકર્ષણનું કેન્દ્ર બન્યા હતાં.
સૃષ્ટિના અનિલ ગુપ્તાએ કહ્યું કે, ‘પારંપરીક વિસરાતી વાનગી મહોત્સવ અમદાવાદની આગવી ઓળખ બન્યો છે. અમે એવી વાનગીઓને પ્લેટફોર્મ આપીએ છીએ જે ખરેખર સ્વાસ્થ્યની દ્રષ્ટિએ ફાયદાકારક હોય. આજે ફાસ્ટ ફૂડના કલ્ચરમાં વાનગીઓ વિસરાઈ રહી છે ત્યારે શહેરીજનો અહીં આવે અને જુએ પછી ઘરે વાનગીઓ બનાવે તે કન્સેપ્ટથી આગળ વધ્યા છીએ.

વિસરાતી વાનગીઓ જોવા મળી સાત્વિકમાં

ઝૂલકા ભાખર અને માલવણી વડા,પોટલી ઢોકળી, કોરમાના પરોઠા, બાજરીનો ચટકો, મુળાની ઢોકળી, રાગી-મકાઈ-સોયાબીન-મેથી ને કોથમીરનો મિક્સ રોટલો, પપૈયાનો હલવો, કાંગ રાગીની ખીચડી, લીલવાની બ્રેડ કચોરી,પંચધાન કઠોળ બાસ્કેટ ચાટ, મૂળાની સુખડી, ઘઉંનો મીઠો દલિયો, ચીલની ભાજી સુપ, મેથી-મુળાની ભાજીવડીનું શાક, બીટ-ગાજર-ખજૂર-નાળીયેરનો મોદક વગેરે. 

Tuesday, December 13, 2016

થોળ પક્ષી અભ્યારણમાં વિદેશી પક્ષીઓનો કલરવ - અમદાવાદને અડીને આવેલી છે આ રમણીય જગ્યા, વીકેન્ડમાં મજા કરાવી દેશે!

ઠંડીની શરૂઅાત થવાની સાથે જ નવેમ્બર થી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં થોળ પક્ષી અભ્યારણ્ય ખાતે રંગબેરંગી અનેક પક્ષીઓથી આયુષ તળાવ આહલાદક બન્યુ છે. ત્યારે 100 જાતના વિદેશી પક્ષીઓનું આગમન થઇ ગયું છે. જેમાં કુંજ, બતક, ફ્લેમિંગો, પેલીકેન, ગ્રે લેગગુસ, કોમનકુટ (ભગતડા), બ્રાહ્મણીડગ, હેરોનરી બર્ડ, કરકરા, સુરખાબ, કોમનક્રેન તેમજ અન્ય સ્થાનિક પક્ષીઓનું આગમન થઇ ગયું છે. 

અમદાવાદને અડીને આવેલી છે આ રમણીય જગ્યા, વીકેન્ડમાં મજા કરાવી દેશે!

અમદાવાદથી માત્ર 25 કિલોમીટર દૂરના અંતરે થોળ તળાવ આવેલું છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ અહીં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. જોકે, આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં વધુ પક્ષીઓ અહીં મહેમાન બન્યા છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલાં થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યો છે.

150 જાતિઓના પક્ષીઓ

થોળ ગામ નજીક એક તળાવ આવેલું છે. 1912માં ગાયકવાડ શાસન દરમિયાન સિંચાઇ માટેનું પાણી પુરું પાડવા માટે આ તળાવ બંધાવવામાં આવ્યું હતું. 1988માં તેને થોળ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 150 જાતિઓના પક્ષીઓ રહે છે. તેમાં 60 ટકા પાણીના પક્ષીઓ છે. ખાસ કરીને સુરખાબ અને સારસ વધુ પ્રમાણમાં જોવા મળે છે.

શિયાળામાં પ્રેમી પંખીડાઓમાં ફેવરિટ

શિયાળા દરમિયાન અહીં પ્રેમી પંખીડાઓ ખાસ ફરવા આવે છે અને સાથે વિદેશી પક્ષીઓ પણ અહીં પડાવ નાંખે છે. વિદેશી પક્ષીઓને જોવા અને તેમનો મીઠો કલરવ સાંભળવા આવતા પ્રવાસીઓ પણ અહીં આવીને રોમેન્ટિક બની જાય છે અને કેમેરામાં પક્ષીઓને ક્લિક કરવાની સાથે પોતાની મીઠી યાદોના સંભારણાને પણ દિલમાં કંડારી લે છે.

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies