Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: લિજ્જતદાર 'માટલા ઊંધિયું'ને બનાવો પોતાના રસોડામાં
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Friday, January 22, 2016

લિજ્જતદાર 'માટલા ઊંધિયું'ને બનાવો પોતાના રસોડામાં

લિજ્જતદાર 'માટલા ઊંધિયું'ને બનાવો પોતાના રસોડામાં  

ઊંધિયું શિયાળામાં આરોગ્યવર્ધક ગણાય છે. લોકો શિયાળામાં ઊંધિયાંની સૌથી વધુ લિજ્જત માણે છે. આધુનિક ખાનપાનની રીત મુજબ ઊંધિયું લિજ્જતદાર બને છે પરંતુ પ્રાચીન પરંપરાની રીતથી ઊંધિયું એનાથી પણ વધુ લિજ્જતદાર બને છે.

સામગ્રી
  • ભરેલાં શાકભાજી
  • મેથીના મુઠિયાં
  • ૧૦૦ ગ્રામ સુરતી પાપડી
  • ૧૦૦ ગ્રામ વાલોળ
  • ૫૦ ગ્રામ તુવેરના દાણા
  • ૫૦ ગ્રામ લીલા ચણા
  • આદું+ મરચાં+ લસણની મિક્સર પેસ્ટ
  • સુરતી ઊંધિયાનો મસાલો
  • સ્વાદાનુસાર મીઠું
  • હળદર
  • મરચું
  • ધાણાજીરું
  • ૫૦ ગ્રામ સિંગદાણાનો ભૂકો

સામગ્રી
  • ભરેલાં શાકભાજી માટે
  • ૬થી ૭ નંગ લીલા રવૈયા
  • ૬થી ૭ નંગ નાની બટાકી
  • ૧૦૦ ગ્રામ રતાળુ
  • કોથમીર
  • આદું-મરચાં- લસણ પેસ્ટ

રીત
સૌપ્રથમ રવૈયા, બટાકી, રતાળુના વચ્ચેથી ભાગ કરી કોથમીર, આદું-મરચાં- લસણની ૧/૨ ચમચી પેસ્ટ, મીઠું, સિંગદાણાનો ભૂકો, ચપટી હિંગ, મીઠું, ખાંડ, ગરમ મસાલો મિક્સ કરી આ ફિલિંગ રવૈયા, બટાકી, રતાળુમાં ભરીને તૈયાર કરવા.

સામગ્રી અને રીત
મેથીના મુઠિયાં માટે : ૨૦૦ ગ્રામ મેથી ઝીણી સમારેલી. તેમાં આદું-મરચાં, લસણની ૧/૨ ચમચી પેસ્ટ, મીઠું, ખાંડ, હળદર, મરચું નાખી પછી ચણાનો લોટ ૧૫૦ ગ્રામ, ૫૦ ગ્રામ ઘઉંનો લોટ લઈ તેમાં ઘઉંના પ્રમાણમાં મોણ નાખી દહીંથી કઠણ કણીક બાંધી મુઠિયાં વાળી તેલમાં તળી લો.

માટલા ઊંધિયું બનાવવાની રીત
  • પ્રથમ માટીની હાંડી ગેસ પર ગરમ કરવા મૂકો. ત્યાર બાદ તેમાં ચાર ચમચા તેલ નાખી ગરમ થાય એટલે ચપટી અજમો નાખી, આદું, મરચાં, લસણની પેસ્ટ અને હિંગ નાખો.
  • ત્યારબાદ તેમાં સુરતી પાપડી, વાલોળ, તુવેરના દાણા, લીલા ચણા નાખી બિન્સને થોડીવાર ચઢવા દો.
  • ત્યારબાદ તેમાં ભરેલાં શાકભાજી, મેથીના મુઠિયાં નાખો. પછી જરૂર પ્રમાણે બધાં મસાલા કરવા અને મીઠું નાખવું.
  • થોડું ગરમ પાણી થાળીમાં મૂકી થાળીથી માટલાને ઢાંકી દો.
  • લગભગ દસેક મિનિટ બાદ થાળીમાંનું પાણી ઊંધિયામાં નાખી ગ્રેવી થવા દો.
  • લગભગ બધું શાકભાજી ચઢતાં ૧૦ મિનિટ જેવો સમય લાગશે. ત્યારબાદ ગરમાગરમ ઊંધિયું કેસરોલમાં કાઢી ઉપર થોડીક કોથમીર અને ઝીણી સેવ ભભરાવી ગાર્નિશ કરો અને પૂરી, જલેબી સાથે સર્વ કરો.



No comments:

Post a Comment

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies