Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: પંચમહોત્સવનો ચોથો દિવસ: જન મેદનીએ ઉમળકાભેર રંગારંગ કાર્યક્રમ માણ્યો
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Wednesday, January 4, 2017

પંચમહોત્સવનો ચોથો દિવસ: જન મેદનીએ ઉમળકાભેર રંગારંગ કાર્યક્રમ માણ્યો

હાલોલ : ગુજરાત પ્રવાસન નિગમ  લી. ના સહયોગથી પંચમહાલ  જિલ્લા વહીવટી તંત્ર દ્વારા વડાતળાવ ખાતે આયોજિત કરવામાં આવેલ પંચ મહોત્સવમાં ભારે જનમેદની ઉમળકાભેર ઉમટી  પડી હતી. પંચમહોત્સવના ચોથા દિવસે  ભારે જનમેદની ઉત્સાહ અને ઉમંગ સાથે ઉમટી પડી હતી. ક્રાફટ બજાર, ફ્રુડ બજાર, આર્ટ ગેલેરી, એડવેન્ચર સ્પોર્ટસ, એમ્યુઝમેન્ટ  પાર્ક વગેરેમાં લોકોની ભારે ભીડ જોવા મળી હતી.  ત્રણે પેવેલીયનોમાં હૈયે હૈયુ દબાય તેવી ભારે ભીડ લોકોની હતી.

મોટીસંખ્યામાં માનવ મેદની ઉપસ્થિત રહી

સાંજની સાંસ્કૃતિક સંધ્યામાં  શ્યામલ  શેઠ અને સિધ્ધાર્થ મહાદેવને પોતાની કલાથી ઉપસ્થિત જનસમૂહને  ડોલાવ્યા હતાં.  ચોથા દિવસના પંચમહોત્સવમાં આશરે 20 હજાર ઉપરાંત મેદની ગોધરા, હાલોલ, કાલોલ, લુણાવાડા, મોરવા(હ), દે.બારીયા, વડોદરા, અમદાવાદ, રાજકોટ, ભરૂચ તથા સુરત સહિતના વિવિધ વિસ્તારોના મહાકાળી માતાજીને નમન કરનારા ભકતજનો અને માતાજી પ્રત્યે શ્રદ્ધ રાખનાર જીલ્લાના વતની તથા પરપ્રાંતિઓ મોટીસંખ્યામાં માનવ મેદની ઉપસ્થિત રહી હતી.

મહાનુભાવો અને આમંત્રિતો ઉપસ્થિત રહયાં

જિલ્લા પંચાયત પ્રમુખ કેતુબેન દેસાઇ, ગુજરાત પવિત્ર યાત્રાધામ વિકાસ બોર્ડના ડિરેકટર ગોપાલભાઇ શેઠ, જિલ્લા ન્યાયાધિશ  એ .ડી. ઓઝા, જિલ્લા વિકાસ અધિકારી વિજયસિંહ વાઘેલા, વડોદરા વર્તુળના અધિક્ષક ઇજનેર એસ.સી.મોદી, વડા તળાવના સરપંચ, હાલોલ નગરપાલિકાના પ્રમુખ સહિત અનેક મહાનુભાવો અને આમંત્રિતો ઉપસ્થિત રહયાં હતાં.


સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાયા હતા

ચોથો દિવસે સાંજે સાંસ્કૃતિક સંધ્યાનું માર્ગ અને મકાન, ઉચ્ચ અને ટેકનીકલ શિક્ષણ રાજયમંત્રીએ દિપ પ્રગટાવી ઉદૃઘાટન કર્યું

રંગારંગ કાર્યક્રમમાં આશરે 20 હજાર ઉપરાંત જનમેદની ઉમટી હતી












No comments:

Post a Comment

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies