Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: ખોડલધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 17મી જાન્યુઆરીથી - ઇટલી, જર્મની અને અમેરિકર લાઇટથી શોભી ઉઠ્યું ખોડલધામ
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Friday, January 6, 2017

ખોડલધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 17મી જાન્યુઆરીથી - ઇટલી, જર્મની અને અમેરિકર લાઇટથી શોભી ઉઠ્યું ખોડલધામ

રાજકોટ : ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવ લાખો લોકો માણી શકે તે માટે અલગ અલગ સ્થળ પર 125 જેટલી એલ.ઇ.ડી. સ્ક્રીન મૂકવામાં આવનાર છે અને મહોત્સવમાં સાંજ ઢળ્યા પછી પણ મંદિર પરિસર ઝળહળતું રહે તેવી આધુનિક લાઇટિંગ સિસ્ટમ ફિટ કરી દેવામાં આવી છે. ઇટલી, જર્મની અને અમેરિકાથી ખાસ લાઇટો મંગાવી ખોડલધામ મંદિર અને પરિસરમાં ગોઠવવામાં આવી છે. આ લાઇટિંગથી મંદિર ઝળહળી ઉઠ્યું છે.

 
લાઇટિંગ માટે 40 મોટા અને 260 નાના સિંગલ ટાવર મૂકવામાં આવ્યા છે.

ઇલેક્ટ્રિક, સાઉન્ડ અને લાઇટ સમિતિના શિવલાલભાઇ બારસિયાએ જણાવ્યું હતું કે, લાખો લોકો કાર્યક્રમ માણી શકે તે માટે 100 બાય 15 ફૂટની બે, 20 બાય 10 ફૂટની 100 અને અન્ય 23 મળીને 125 એલ.ઇ.ડી. સ્ક્રીન મૂકવામાં અાવશે. એલ.ઇ.ડી. સ્ક્રીનમાં લાઇવ પ્રસારણ થશે. ખોડલધામ મંદિર પરિસરના દરેક ખૂણેથી કાર્યક્રમ માણી શકાય તેવી વ્યવસ્થા કરવામાં આવી છે. તમામ એલઇડી સ્ક્રીનનું માપ કાઢો તો પાંચ હજાર ચોરસ ફૂટ થાય! લાઇટિંગ માટે 40 મોટા અને 260 નાના સિંગલ ટાવર મૂકવામાં આવ્યા છે. મંદિર પરિસરમાં વાવેલા વૃક્ષોને પણ લાઇટિંગથી સુશોભિત કરવામાં આવશે.
6 મોબાઇલ ટાવર ઉભા કરવામાં આવશે
 
લાઇટ માટે ચારેય દિશામાંથી 1600 કે.વી.ના 14 વીજ કનેકશન લેવામાં આવ્યા છે. ઉપરાંત આપાત્તકાલિન સ્થિતિ માટે 10 મોટો જનરેટર પણ રાખવામાં આવશે. નેશનલ હાઇવેથી 11 કિલોમીટર અંદર કાગવડ ગામ હોવાથી મોબાઇલ કવરેજ મળવામાં હાલમાં તકલીફ પડી રહી છે. પ્રાણપ્રતિષ્ઠા સમયે મોબાઇલ કવરેજની અગવડ ન પડે તે માટે 6 મોબાઇલ ટાવર ઊભા કરવામાં આવશે.

2.50 લાખ વોટની શક્તિશાળી અત્યાધુનિક સાઉન્ડ સિસ્ટમ

ખોડલધામ પ્રાણપ્રતિષ્ઠા મહોત્સવની સાંસ્કૃતિક કાર્યક્રમ અને સાઉન્ડ સિસ્ટમ સમિતિના મિતુલભાઇ દોંગાએ જણાવ્યું હતું કે, પાંચ દિવસના મહોત્સવમાં અનેકવિધ સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાયું છે. કાર્યક્રમ માટે અત્યાધુનિક કક્ષાની જેબીએલ 4889 મોડેલની 2.50 લાખ વોટની સાઉન્ડ સિસ્ટમ મૂકવામાં આવશે. મહોત્સવની સ્પીકરના 8 ટાવર ઊભા કરવામાં આવશે. જેમાં એક ટાવર પર 6 સ્પીકર હશે. ઉપરાંત ડોમમાં એમએચ, 3 ડબલ્યુ એવાય મોડેલના 32 સ્પીકરના 4 ટાવર ઊભા કરવામાંં આવશે. પાર્કિંગ તથા જાહેર રસ્તા પર સભા સ્થળનો લાઇવ અવાજ સંભળાતો રહે તે માટે પણ સાઉન્ડ સિસ્ટમ ઊભી કરવામાં અાવશે. 
  

અમદાવાદ અને મુંબઇની કન્સલટન્ટની નિમણૂંક કરાઇ હતી

ખોડલધામ મંદિરમાં અત્યાધુનિક લાઇટ ફીટ કરવામાં આવી છે. મંદિરમાં કલાત્કમ કૃતિ રાત્રી સમયે પણ દીપી ઊઠે તે માટે લાઇટને યોગ્ય જગ્યાએ ફીટ થવી જરૂરી હોય છે. આ કામ કરવા માટે ખોડલધામ ટ્રસ્ટ દ્વારા અમદાવાદ અને મુંબઇની કન્સલટન્ટની નિમણૂંક કરવામાં આવી હતી. કન્સલટન્ટની 6 લોકોની ટીમ અને ખોડલધામના 40 સ્વયંસેવકોએ લાઇટ ફીટિંગનું કામ કર્યું છે.



તડામાર તૈયારીઓ: 3 મહિનાનું કામ 4 દી’માં કર્યું

ખોડલધામ મંદિરનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ 17મી જાન્યુઆરીથી શરૂ થઇ રહ્યો છે. આ મહોત્સવના 10 દિવસ પહેલા લાઇટ ફીટિંગનું કામ પૂર્ણ કરવાનું હતું. વિશાળ મંદિરમાં 295 વિદેશી લાઇટ યોગ્ય જગ્યાએ ફીટ કરવા માટે સામાન્ય રીતે ત્રણ મહિના જેટલો સમય લાગતો હોય છે. પરંતુ મંદિરની ટીમે માત્ર ચાર દિવસમાં આ કાર્ય પૂર્ણ કરી ટેસ્ટિંગ કાર્ય શરૂ કરી દીધું છે.




















No comments:

Post a Comment

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies