Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: જાજરમાન પાટનગરનો વાઇબ્રન્ટ ઝગમગાટ: સમગ્ર ગાંધીનગરની સિકલ જ બદલાઇ ગઇ
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Friday, January 6, 2017

જાજરમાન પાટનગરનો વાઇબ્રન્ટ ઝગમગાટ: સમગ્ર ગાંધીનગરની સિકલ જ બદલાઇ ગઇ

ગાંધીનગર : પાટનગરનાં પ્રાંગણે યોજાઇ રહેલા વાઇબ્રન્ટ મહોત્સવને લઇને શહેરની સિકલ બદલાઇ રહી છે. શહેરનાં માર્ગોથી માંડીને મહાત્મા મંદિર સુધી સજાવટનાં પગલે શહેર વાઇબ્રન્ટમય બની ગયુ છે. મહાત્મા મંદિર, મેગા એક્ઝીબીશન સેન્ટર તથા વીઆઇપી રૂટમાં હજારોની સંખ્યામાં લોકો કામ કરી રહ્યા છે. શહેરનાં માર્ગો તથા સર્કલોની સફાઇને અને રંગ રોગાન બાદ રોશનીથી ઝગમગતા કરાયા  છે. તો સુરક્ષાની જવાબદારી સંભાળતી પોલીસ તથા એસઆરપી જવાનોને ફરજ સ્થળો પર ગોઠવવામાં આવી રહ્યા છે. વાઇબ્રન્ટ ટાણાનો પાટનગરનો માહોલ આંગતુકોને તો ઠીક ગાંધીનગરવાસીઓને પણ મોહી રહ્યો છે.
 
 
સજાવટ : રોશનીથી સર્કલો-માર્ગો ઝગમગ્યા

 વાઇબન્ટ સમિટનાં પગલે શહેરનાં માર્ગો પર એલઇડી લાઇટોની સંખ્યા વધારી દેવા સાથે સાથે સીરીઝો લગાવીને રોશની કરવામાં આવી રહી છે. જયારે જુદા જુદા સર્કલોને પણ કલર ચેન્જીંગ લાઇટ્સથી ઝગમગતા કરી દેવાયા છે. જેના કારણે પાટનગરનો રાત્રીનો નજારો રોશન બન્યો છે. વોટ્સએપ તથા ફેસબુક પર ગાંધીનગરની રોશનીની તસ્વીરોને ધરાઇને લાઇક્સ મળી રહી છે.
ફુડ પેકેટ્સ પહોચાડવા 6 ટીમો બની

વાઇબ્રન્ટ સમિટ દરમિયાન હોમ ગાર્ડ તથા ટ્રાફિક પોલીસથી માંડીને એપીએસ કક્ષાનાં 5 હજાર જેટલા પોલીસ જવાનો નિયત સ્થળો પર તૈનાત રહેશે. ત્યારે ડ્યુટીનાં સ્થળ પર જ સમયસર ભોજન પહોચાવડાવા માટે 6 ટીમો પોલીસ દ્વારા બનાવવામાં આવી છે. જયારે મેનુમાં 2 શાક, રોટલી, દાળ-ભાત, મિઠાઇ તથા પાણીની બોટલ આપવામાં આવશે. ગત સમિટમાં સમયસર ફુડ પેકેટ્સ ન મળતા પોલીસ જવાનો ગલ્લાઓ પરથી બિસ્કીટ્સ તથા ચવાણા ખરીદીને ખાતા જોવા મળ્યા હતા.














No comments:

Post a Comment

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies