Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: કચ્છ રણોત્સવમાં સહેલાણીઓ માટે આવી હોય છે સુવિધાઓ, જાણો આ વખતે શું હશે ખાસ
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Wednesday, December 7, 2016

કચ્છ રણોત્સવમાં સહેલાણીઓ માટે આવી હોય છે સુવિધાઓ, જાણો આ વખતે શું હશે ખાસ

કચ્છના ધોરડો ખાતે રણોત્સવની શરૂઆત થઇ ગઇ છે ત્યારે દેશ-વિદેશમાંથી આવતા સહેલાણીઓને કચ્છની સંસ્કૃતિ અને કલા કારીગીરીને નિહાળવા આવતા હોય છે. આ વાતથી આપણે બધા જ જાણકાર છીએ કે ગુજરાતના ખુણે-ખુણે ભવ્ય ઇતિહાસ અને અદભૂત કારીગીરીનો ખજાનો છુપાયેલો છે. એવું જ તેમાનું એક કચ્છ છે. જેના કારણે છેલ્લા કેટલાક વર્ષોથી કચ્છમાં રણોત્સવનું આયોજન કરવામાં આવી રહ્યું છે. કચ્છના ધોરડો ખાતે યોજાતો રણોત્સવ સહેલાણીઓને આકર્ષવામાં સફળ રહેતો હોય છે પરંતુ આ વર્ષે વરસાદી પાણી ન સુકાતા સફેદ રણનો નજારો તો માણી નહીં શકે અને સહેલાણીઓમાં નિરાશ જોવા મળતી હોય તેવું મનાઇ રહ્યું છે.

દેશ-વિદેશના સહેલાણીઓમાં ભારે આકર્ષણ ઉભું કરનાર રણોત્સવમાં દર વર્ષે ટેન્ટસીટી ઉભી કરવામાં આવે છે. આ ટેન્ટસીટીમાં આ આ વર્ષ પણ અંદાજીત 300 થી 350 જેટલા ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. આ ટેન્ટસીટીમાં અલગ-અલગ પ્રકારની ટેન્ટની સુવિધાઓ આપવામાં આવે છે. જેમ કે ડિલક્સ એસી સ્વિસ કોટેજ, નોન એસી સ્વિસ કોટેજ, પ્રીમિયમ ટેન્ટ, ઈકોનોમી ટેન્ટ વગેરે જેવા ટેન્ટની સુવિધાઓ આપવામાં આવે છે. આ સાથે જ પ્રથમ વખત ટેન્ટસિટીમાં ઈકોનોમી ટેન્ટ ઉભા કરવામાં આવ્યા છે. જેના કારણે મધ્યમવર્ગના લોકો પણ આ રણોત્સવની મજા માણી શકે. તેમજ રણોત્સવમાં ક્રાફ્ટ બજાર પણ તૈયાર કરવામાં આવ્યું છે. આ બજારમાં અલગ-અલગ ક્રાફ્ટ સ્ટોલ ઉભા કરવામાં આવ્યા છે. જેમાં કચ્છના અલગ-અલગ ગામોના હસ્તકળાના કારીગરો પોતાની કારીગરી સહેલાણીઓ સમક્ષ રજૂ શકે છે.


કચ્છના રણોત્સવની મુલાકાતે આવતાં સહેલાણીઓ માટે ટેન્ટસીટીમાં ખાસ કચ્છી-રાજસ્થાની સંગીત સાથે સ્વાગત કરવામાં આવે છે. ટેન્ટસિટીમાં રહેતાં સહેલાણીઓના મનોરંજન માટે સાંસ્કૃતિક કાર્યક્રમનું આયોજન કરાવામાં આવે છે. તે સાથે પેરા મોટરિંગ, ઓલ ટેરેઈન વ્હીકલ્સ રાઇડ્સ, જુબાં-ડુબા, સાયકલિંગ, ગેમ જોન, ખાસ સહેલાણીઓ માટે તૈયાર કરવામાં આવે છે. રણોત્સની મુલાકાતે આવતાં સહેલાણીઓ માટે આ એક સુખદ સમભારણુ છે. જેને સહેલાણીઓ તેમના કેમેરામાં કેદ કરતા હોય છે.






 


 








No comments:

Post a Comment

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies