કદવાર ગામે આવેલું 1800 વર્ષ જૂનું ભગવાન વારાહ સ્વરૂપનું અતિપ્રાચિન મંદિર
ગિર-સોમનાથ જિલ્લામાં છેવાડાનાં દરિયાકાંઠે સોમનાથથી 12 કિમી દૂર ભારતવર્ષનું એકમાત્ર ભગવાનનાં વારાહ સ્વરૂપનું અતિપ્રાચીન મંદિર આવેલું છે. મૌર્ય સમયની કલા, સંસ્કૃતિ અને કોતરકામથી શોભતું આ ભવ્ય મંદિર કદવાર ગામે આવેલું છે. ઇસ 212નાં ચંદ્રગુપ્ત મૌર્ય યુગની ઉત્તમ શિલ્પકળાની ઝાંખી અહીં થાય છે.
કદવાર ગામે 1800 વર્ષ જૂનું છે આ મંદિર
કદવાર ગામે 1800 વર્ષ જૂનું છે આ મંદિર
સોમનાથથી 12 કિમી દૂર કદવાર ગામે વારાહ ભગવાનનું મંદિર આવેલું છે. જેમાં ઇસ 212ની ચંદ્રગુપ્ત મૌર્યનાં યુગની ઉતમ શિલ્પકળાથી શોભે છે. તે ભારતવર્ષનું એકમાત્ર ભગવાનનાં વારાહ સ્વરૂપનું ભવ્ય મંદિર છે. મંદિર 1800 વર્ષ જૂનું છે. આ પવિત્ર સ્થળને અરબી સમુદ્રનાં ઘુઘવાતા સફેદ મોજાં સતતપણે પખાળતા રહે છે. સૌરાષ્ટ્રમાં ઇસ. 212થી ભારતમાં ચંદ્રગુપ્ત મૌર્યનું શાસન હતું ત્યારે રાજા ધનાનંદનાં સાળાએ ભવ્ય મંદિર બંધાવ્યું હતું. કદવાર ગામનું જૂનું નામ કદ્વાર હતું તેમ જાણવા મળે છે.
પૃથવીને મુકત કરાવવા બ્રહ્માજીએ મનોમંથન આદર્યું
હિન્દુ ગ્રંથમાં મળતા ઉલ્લેખ પ્રમાણે બ્રહ્માજી સૃષ્ટિનાં સર્જનમાં વ્યસ્ત હતા ત્યારે દૈત્ય અચાનક પૃથ્વીને પાતાળ સુધી લઇ ગયો. રાક્ષસનાં આ કૃત્યથી પૃથવીને મુકત કરાવવા બ્રહ્માજીએ મનોમંથન આદર્યું હતું. ત્યારે બ્રહ્માજીની નાસિકાનાં છીદ્રમાંથી એક અંગુઠા જેવડું ભૂંડનું બચ્ચું નિકળ્યું. જે ક્ષણવારમાં જ આકાશમાં પહોંચી તેમણે હાથીના કદ જેવડું સ્વરૂપ ધારણ કર્યું. ભગવાનની મોટી હાકથી ચારે દિશામાં મોજાંનો નાદ ઉત્પન્ન થયો. ગર્જના સાંભળી સૌપ્રથમ વેદો ભગવાન વિષ્ણુંના ત્રીજા અવતાર સમાન વારાહ દેવની પ્રાથના કરવા લાગ્યા હતા.
ભગવાન વિષ્ણું વારાહ સ્વરૂપમાં સમુદ્રનાં જળમાં પ્રવેશ્યા
વારાહ સ્વરૂપ વાળા ભગવાન પોતાની સ્તુતિવાળા વેદ વચનો સાંભળી દેવોના ઉત્કર્ષ માટે ગર્જના કરતા સમુદ્રનાં અગાધ જળમાં પ્રવેશ્યા. અને પ્રલયકાળે સજીવોને રક્ષણ આપી પોતાના ઉદરમાં રાખી જળમાં ડુબતી પૃથ્વીને પોતાના મુખનાં બંને દાતો વચ્ચે રાખી. તેઓ પાતાળમાંથી નિકળતા હતા ત્યારે પરાક્રમી રાક્ષસ હિરણ્યાક્ષ દૈત્ય હાથમાં ગદા લઇ સામે આવ્યો અને વારાહ ભગવાનને રોકયા. આ અતિશય ક્રોધિત ભગવાને તેનો ક્ષણોમાં જ સંહાર કરી નાંખ્યો હતો. વારાહ ભગવાનનાં રૌદ્ર સ્વરૂપને જોઇ ભૂદેવો મુનીઓ તમની પ્રિતિજનક સ્તુતિ કરવા લાગ્યા અને પોતાની ખરીઓથી સ્થિર કરેલા જળ ઉપર પૃથ્વીને રાખી ખરબચડી, ખાડા, ટેકરાવાળી જમીનને સારી કરી નાંખી પોતાના ધામમાં ગયા.
મૌર્ય યુગનાં ઉત્તમ સ્થાપત્યની ઝાંખી કરાવતું વારાહ મંદિર |
કદવાર ગામે આવેલું 1800 વર્ષ જૂનું ભગવાન વારાહ સ્વરૂપનું અતિપ્રાચિન મંદિર |
No comments:
Post a Comment