ઠંડીની શરૂઅાત થવાની સાથે જ નવેમ્બર થી ડિસેમ્બર અને જાન્યુઆરીમાં થોળ
પક્ષી અભ્યારણ્ય ખાતે રંગબેરંગી અનેક પક્ષીઓથી આયુષ તળાવ આહલાદક બન્યુ છે.
ત્યારે 100 જાતના વિદેશી પક્ષીઓનું આગમન થઇ ગયું છે. જેમાં કુંજ, બતક,
ફ્લેમિંગો, પેલીકેન, ગ્રે લેગગુસ, કોમનકુટ (ભગતડા), બ્રાહ્મણીડગ, હેરોનરી
બર્ડ, કરકરા, સુરખાબ, કોમનક્રેન તેમજ અન્ય સ્થાનિક પક્ષીઓનું આગમન થઇ ગયું
છે.
અમદાવાદને અડીને આવેલી છે આ રમણીય જગ્યા, વીકેન્ડમાં મજા કરાવી દેશે!
અમદાવાદથી માત્ર 25 કિલોમીટર દૂરના અંતરે થોળ તળાવ આવેલું છે. શિયાળાની શરૂઆત થતાંની સાથે જ અહીં વિદેશી પક્ષીઓ મહેમાન બને છે. જોકે, આ વર્ષે ગયા વર્ષની સરખામણીમાં વધુ પક્ષીઓ અહીં મહેમાન બન્યા છે. ઉત્તર ગુજરાતના મહેસાણા જિલ્લાના કડી તાલુકામાં આવેલાં થોળ ગામ પાસે આવેલા તળાવ અને તેના કાંઠાના વિસ્તારોને થોળ પક્ષી અભયારણ્ય જાહેર કરવામાં આવ્યો છે.
150 જાતિઓના પક્ષીઓ
થોળ ગામ નજીક એક તળાવ આવેલું છે. 1912માં ગાયકવાડ શાસન દરમિયાન સિંચાઇ માટેનું પાણી પુરું પાડવા માટે આ તળાવ બંધાવવામાં આવ્યું હતું. 1988માં તેને થોળ પક્ષી અભયારણ્ય તરીકે જાહેર કરવામાં આવ્યું હતું. જેમાં 150 જાતિઓના પક્ષીઓ રહે છે. તેમાં 60 ટકા પાણીના પક્ષીઓ છે. ખાસ કરીને સુરખાબ અને સારસ વધુ પ્રમાણમાં જોવા મળે છે.
શિયાળામાં પ્રેમી પંખીડાઓમાં ફેવરિટ
શિયાળા દરમિયાન અહીં પ્રેમી પંખીડાઓ ખાસ ફરવા આવે છે અને સાથે વિદેશી પક્ષીઓ પણ અહીં પડાવ નાંખે છે. વિદેશી પક્ષીઓને જોવા અને તેમનો મીઠો કલરવ સાંભળવા આવતા પ્રવાસીઓ પણ અહીં આવીને રોમેન્ટિક બની જાય છે અને કેમેરામાં પક્ષીઓને ક્લિક કરવાની સાથે પોતાની મીઠી યાદોના સંભારણાને પણ દિલમાં કંડારી લે છે.

No comments:
Post a Comment