દિવસમાં બે-વાર અરબસાગરમાં ગાયબ થાય છે આ મંદિર, શિવપુત્રે કર્યું'તું નિર્માણ!
સ્તંભેશ્વર મહાદેવ મંદિર ભારતનું સૌથી રહસ્યમય મંદિર છે. સ્તંભેશ્વર મહાદેવ
મંદિરને અદ્રશ્ય થનાર મંદિર પણ કહેવામાં આવે છે. આ મંદિરને અદ્રશ્ય થતું
મંદિર કહેવા પાછળ એક અનોખી ઘટના છે. તે ઘટના વર્ષમાં ઘણીવાર જોવા મળે છે,
જેના કારણે આ મંદિર પોતાનામાં જ ખૂબ ખાસ છે.
ક્યાં છે આ અનોખું મંદિરઃ-
સ્તંભેશ્વર મહાદેવ મંદિર ગુજરાત રાજ્યના વડોદરા શહેરથી લગભગ 60 કિમીના અંતર પર સ્થિત કવિ કમ્બોઈ ગામમાં છે. આ મંદિર અરબ સાગરમાં ખંભાતની ખાડીના કિનારે સ્થિત છે. દરિયાની વચ્ચે સ્થિત હોવાને કારણે તેની સુંદરતાં જોવા લાગ્ય છે. દરિયાની વચ્ચે સ્થિત હોવાને કારણે આ મંદિરનું સૌંદર્ય વધે છે અને સાથે જ એક અનોખી ઘટના પણ જોવા મળે છે.
આ મંદિરના દર્શન માત્ર ઓછા મોંજા એટલે કે ઓટના સમયે જ કરી શકાય છે. ભરતીના સમયે આ મંદિર ડૂબી જાય છે. પાણીમાં ડૂબી જવાને કારણે આ મંદિર જોવા મળતું નથી અને તેટલાં માટે જ તેને અદ્રશ્ય થતું મંદિર કહેવામાં આવે છે. ભરતીનો સમય પૂર્ણ થતાં જ મંદિરની ઉપરથી ધીરે-ધીરે પાણી ઉતરે છે અને મંદિર ફરી જોવા મળે છે.
રાક્ષસ તાડકાસુરે પોતાની કઠોર સમસ્યાથી શિવને પ્રસન્ન કરી લીધા હતાં. જ્યારે શિવ તેમની સામે પ્રકટ થયાં તો તેણે વરદાન માંગ્યું કે તેનો વધ માત્ર શિવજીના પુત્ર દ્વારા જ થઈ શકે અને તે પણ માત્ર 6 દિવસની ઉંમરનો જ હોવો જોઈએ. ભગવાન શિવે તેને વરદાન આપી દીધું. વરદાન મળતાં જ તાડકાસુરે ત્રાસ મચાવવાનું શરૂ કરી દીધું. દેવતાઓ અને ઋષિ-મુનિઓને પરેશાન કરી દીધા. છેલ્લે દેવતાઓ મહાદેવની શરણમાં પહોંચ્યાં. શિવ-શક્તિથી શ્વેત પર્વતના કુંડમાં ઉત્પન્ન થયેલાં શિવ પુત્ર કાર્તિકેયના 6 મસ્તિષ્ક, 4 આંખ અને 12 હાથ હતા. કાર્તિકેયે માત્ર 6 દિવસની ઉંમરમાં જ તાડકાસુરનો વધ કરી દીધો હતો.
જ્યારે કાર્તિકેયને જાણ થઈ કે તાડકાસુર ભગવાન શંકરનો ભક્ત હતો, તો તે ખૂબ જ વ્યથિત થઈ ગયાં. પછી ભગવાન વિષ્ણુએ કાર્તિકેયને કહ્યુ કે તે વધસ્થળ પર શિવાલય બનાવી દે. તેનાથી તેમનું મન શાંત રહેશે. ભગવાન કાર્તિકેયે આવું જ કર્યુ. પછી બધા દેવતાઓએ મળીને મહિસાગર સંગમ તીર્થ પર વઇશ્વનંદક સ્તંભની સ્થાપના કરી જેને આજે સ્તંભેશ્વર તીર્થના નામે ઓળખવામાં આવે છે.
રોજ જોવા મળે છે અહીં અનોખું દ્રશ્યઃ-
આ મંદિરની યાત્રા માટે એક આખાં દિવસ-રાતનો સમય રાખવો જોઇએ. જેના લીધે ચમત્કારી દ્રષ્યને જોઇ શકાય. સામાન્ય રીતે સવારના સવારે ભરતીનો પ્રભાવ ઓછો રહે છે, તો તે સમયે મંદિરની અંદર જઇને શિવલિંગના દર્શન કરી શકાય છે. સાંજથી રાતના સમયમાં ભરતીનો પ્રભાવ વધારે હોય છે, જેના કારણે મંદિરને પાણીમાં ડૂબતાં જોઇ શકાય છે.
No comments:
Post a Comment