Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: પાવાગઢમાં પંચમહોત્સવ: ટેન્ટ સિટી, હેરિટેજ વૉક, ક્રાફ્ટ શૉ બનશે આકર્ષણનું કેન્દ્ર
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Sunday, December 18, 2016

પાવાગઢમાં પંચમહોત્સવ: ટેન્ટ સિટી, હેરિટેજ વૉક, ક્રાફ્ટ શૉ બનશે આકર્ષણનું કેન્દ્ર

હાલોલ:સતત બીજા વર્ષે પાવાગઢ-ચાંપાનેર ખાતે પંચમહોત્સવ અંતર્ગત ટેન્‍ટ સીટીનો શાનદાર શુભારંભ ટાંણે  કલેક્ટર પી.ભારથીના હસ્‍તે દિપ પ્રાગટ્ય ટેન્‍ટ સીટીનું ઉદઘાટન કરાયુ હતુ. પાવાગઢના સાંનિધ્યમાં વડા તળાવ પાસે ૪૦ એ.સી. અને ૧૦ નોન એસી ટેન્‍ટ ઉભા કરાતા રાજયભરના પ્રવાસીઓ લાભ લઇ રહયા છે.


ચાંપાનેરમાં પંચમહોત્સવનો ભવ્ય કાર્યક્રમ

પંચમહાલમાં શક્તિપીઠ પાવાગઢ ડુંગર પર બિરાજમાન મહાકાલી માતાના દર્શને વર્ષભર સતત લાખો યાત્રાળુઓ આવાતા હોય છે. લકુલીશ મહાદેવનું પૈરાણિક મંદિર, જૈન મંદિર, સાત કમાન, બાવામાનની મસ્‍જીદ, અને હરિયાળી વનશ્રી અહીં આવેલી છે. આ ઉપરાંત પાવાગઢ તળેટીમાં આવેલા ચાંપાનેર ખાતે ઐતિહાસિક વારસો ધરાવતા અને વર્લ્‍ડ હેરિટેજમાં સ્‍થાન પામેલા બેનમૂન સ્‍થાપત્યો આવેલા છે.

પંચમહોત્‍સવમાં અનેકવિધ આકર્ષણો ઉમેરાયા

ધાર્મિક, ઐતિહાસિક અને કુદરતી સૌંદર્ય ધરાવતા આ સ્‍થળને જાણવા અને માણવા વધુને વધુ સહેલાણીઓ આવે તે માટે સતત બીજા વર્ષે પર જિલ્‍લા વહીવટી તંત્ર દ્વારા પંચમહોત્‍સવ અંતર્ગત અનેકવિધ આકર્ષણો ઉમેરાયા હતા. રાજ્યના પ્રવાસન નિગમના સહયોગથી શરૂ કરાયેલ પંમહોત્‍સવમાં હેરીટેજ વોક, પિલગ્રીમ ટુર, નેચરલ ટ્રેઇલ, એડવેન્‍ચર સ્‍પોર્ટસ, ફોટોગ્રાફી વર્કશોપ, એમ્યુઝમેન્‍ટ પાર્ક, ક્રાફટ બજાર, ફલી માર્કેટ, ફુડ બજાર, કલ્‍ચરલ ઇવનિંગ જેવી એક્ટીવિટીઓ આકર્ષણનું કેન્દ્ર બન્યા છે.



ફોટોગ્રાફી વર્કશોપ, ક્રાફ્ટ શૉ આકર્ષણનું કેન્દ્ર બનશે

ભાતીગળ સંસ્‍કૃતિ, સ્‍થાનિક વાનગીઓ, લોકલ હેન્‍ડીક્રાફટ દ્વારા સ્‍થાનિક બજારને ઉત્તેજન આપવામાં આવ્યું છે. ત્યારે કલેકટર પી ભારથીના હસ્તે શુભારંભ દરમ્યાન ડે.કલેકટર એમ.એસ.ગઢવી, ડીડીડીઓ વિજયસિંહ વાઘેલા સહિતના રાજયભરમાંથી પ્રવાસીઓ ઉમટી પડયા હતા. ટેન્‍ટ સીટીમાં લકઝરી સ્‍વીસ ટેન્‍ટમાં રહેવા સાથે બ્રેકફાસ્‍ટ, લંચ, ડીનર, કેમ્‍પ ફાયર સહીત હેરીટેજ વોક, પાવાગઢ રોપવે ટિકીટ, એડ્વેન્‍ચર સ્‍પોર્ટસ, પેરા મોટરીંગ, નેચર ટ્રેઇલ્‍સ, આસપાસના જોવાલાયક સ્‍થળોની સ્‍પેશ્યલ ટુર, કલ્‍ચર એક્ટીવીટી, મહેંદી વર્કશોપ જેવા આકર્ષણો છે. ત્યારે આસપાસના કેટલાક પ્રવાસીઓ પણ આ લ્હાવો લેશે.

બુકિંગ માટે ટોલ ફ્રી નંબર

આ ટેન્‍ટ સીટી તા.15 જાન્યુઆરી-17 સુધી ચાલશે. ટેન્ટ સીટીના બુકીંગ ટોલ ફ્રી નંબર 1800-532-2002 અને વેબ સાઇટ www.panchmahotsav.com પરથી કરી શકાશે. જેમાં એક રાત્રિ બે દિવસ, બે રાત્રિ ત્રણ દિવસ જેવુ એકોમોડેશન કરી શકાશે. કલેક્ટર પી. ભારથીએ જણાવ્‍યું હતું કે, ગુજરાત પ્રવાસન નિગમના સહયોગથી આ સ્થળ, રાષ્ટ્રીય અને આંતરરાષ્ટ્રીય સ્તરે સુખ્યાત થાય તે માટે આગવું આયોજન કરવામાં આવ્‍યું છે.









No comments:

Post a Comment

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies