અરબી સમુદ્રના કિનારે આવેલુ છે પ્રસિદ્ધ કોટેશ્વર મહાદેવનું પ્રાચીન
મંદિર. આ તીર્થધામ ભારતનું એક સુવિખ્યાત યાત્રાધામ તરીકે ઓળખાય છે. આ
મંદિરનો ઇતિહાસ પણ ખૂબજ અનોખો છે. કહેવાય છેકે. રાવણે આકરું તપ કરી શિવજીને
પ્રસન્ન કર્યા હતા, જેના વરદાન સ્વરૂપ તેણે શંકર લિંગ પોતાની સાથે લંકા લઇ
જાવ માગ્યું. ભગવાન શિવે વરદાન તો આપ્યુ પણ સાથે એ શરત મુકી કે, લંકા
પહોચ્યા પહેલા જો આ લીંગ જમીન મુકાશે તો તેની પ્રતિષ્ઠા તેને ત્યાજ કરવી
પડશે. વરદાન મળ્યા બાદ રાવણ શિવલીંગ લઇને લંકા તરફ નીકળી ગયો, બ્રહ્માજીએ
નારાયણ સરોવર પાસે ખાડામાં ફસાયેએલી ગાયનું સ્વરૂપ લધું. ગાયને બચાવા જતા
રાવણે શિવલીંગને જમીન પર મુકી દીધી. લિંગ જમીન પર મુકતા જ તેના 1 કરોડ લિંગ
બની ગયા. રાવણ સાંચી લિંગના ઓળખી શકતા તેણે ત્યાજ શિવલીંગની પ્રતિષ્ઠા કરી
જે આજે કોટેશ્વર મહાદેવ તરીકે ઓળખાય છે.
આ પવિત્ર તીર્થધામે હજારોની
સંખ્યામાં લોકો દર્શન કરવા આવે છે. અને અહિના અદભૂત નજારાનો આનંદ ઉઠાવે છે.
તો બીજી તરફ આ પ્રાચીન મંદિર અરબી સમુદ્રના કિનારે આવેલુ હોવાથી ભક્તો
દર્શનની સાથે સાથે સેલ્ફી પડાવતા પણ જોવા મળે છે.
No comments:
Post a Comment