ફિલ્મોમાં કે રીયલમાં તમે ધોબીઘાટ તો જોયો જ હશે, આ ઉપરાંત ઘરે આવીને
કપડાને પ્રેસ કરવા તેમજ ધોવા માટે લઇ જતા લોન્ડ્રીબોયથી પણ પરિચિત હશો,
રેલવેમાં જ્યારે લાંબા અંતરની મુસાફરી કરવાનું થયુ હશે ત્યારે રેલવે તરફથી
આપવામાં આવતી ચાદર, નેપકિન અને બેડશિટ સર્વિસથી પણ આજે કોઇ અજાણ નહીં હોય.
રેલવેની પ્રિમિયન કહેવાતી ટ્રેનમાં જ્યારે લાંબા અંતરની મુસાફરી શરૂ ત્યારે
સફર દરમિયાન રેલવે તંત્ર તરફથી મુસાફરોને ક્લોથ સેટ આપવામાં આવે છે. જેમાં
એક નેપકિન, બેડશીટ અને ચાદરનો સેટ હોય છે. જેટલા વ્યક્તિઓના નામ ટિકિટમાં
હોય છે તે સિવાઇ એક એક્સટ્રા સેટ પણ આપવામાં આવે છે.
ટ્રેનમાં સફાઇને
લઇને હવે રેલતંત્ર સક્રિય થયુ છે તે સાથોસાથ કોચમાં આપવામાં આવતા ક્લોથ સેટ
પણ નીટ એન્ડ ક્લિન જોવા મળશે, ચોખ્ખાઇ સાથે ચૂનાના પથ્થરને પણ ટક્કર મારે
એવી સફેદ ચાદર અને નેપકિન મુસાફરોને આપવામાં આવે છે. ટ્રેનમાં હોય ત્યારે
સ્વાભાવિક છે કે એક સવાલ થાય કે આ બધા સેટ ધોવાતા ક્યારે હશે, ક્યારે
ઇસ્ત્રી થઇને પેકિંગ થતુ હશે, આ તમામ સવાલના જવાબ છે દેશના સૌથી મોટા
લોન્ડ્રી યુનિટ પાસે. અમદાવાદના સરસપુરમાં આવેલું રેલવે લોન્ડ્રી યુનિટ આ
તમામ કામગીરી કરે છે. જ્યાં રોજના 17000 કપડા ધોવામાં આવે છે. એટલે કુલ 16
ટન કપડાનો ધોબ નીકળે છે. ક્લોથના સેટને આપના સુધી પહોંચાડવાથી લઇને ગંદા
તથા વપરાયેલા ક્લોથને ધોવાથી ઇસ્ત્રી કરવા સુધી.
અમદાવાદના સરસપુર પાસે જ્યા અમદાવાદ જંકશન પુરુ થાય છે ત્યા રેલવેના ક્લોથસેટનો સૌથી મોટો ધોબીધાટ આવેલો છે. પણ ફિલ્મોમાં બતાવવામાં આવતા ધોબીધાટની જેમ અહીંયા આપને કોઇ પાણી ભરેલા ટાંકા કે મોટી ગટર લાઇને જોવા નહીં મળે, ઉપરાંત ક્યાંયથી ગંદા પાણી કે ધોવાતા કપડાની વાંસ પણ નહીં આવે. આ છે દેશનો સૌથી આધુનિક લોન્ડ્રી પ્લાન્ટ. જેમાં રોજના
17000 કપડાઓ ધોવાય છે અને ઇસ્ત્રી પણ થાય છે.
મિકેનાઇઝ લોન્ડ્રી કુલ 1500 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી છે જેમાં આરો પ્લાન્ટ, આધુનિક ફર્નેશ (ભઠ્ઠી) , ડ્રેનેજ સિસ્ટમ, ડ્રાય ડ્રમ્સ, ક્લોથ નીટીગ મશિન આવેલા છે. એટલે એક વખત કપડું ડ્રમમાં નાખો એટલે ધોવાય જાય, તરવાઇ જાય, સુકાય જાય અને પ્રેસ પણ થઇ જાય. જ્યારે નીટીગ મશિનથી હોવાથી તેને ઘડી કરવાની પણ માથાકુટ નહીં સીધુ ઘડી થઇને જ બાહર આવે.
17000 કપડાઓ ધોવાય છે અને ઇસ્ત્રી પણ થાય છે.
મિકેનાઇઝ લોન્ડ્રી કુલ 1500 સ્ક્વેર મીટરમાં ફેલાયેલી છે જેમાં આરો પ્લાન્ટ, આધુનિક ફર્નેશ (ભઠ્ઠી) , ડ્રેનેજ સિસ્ટમ, ડ્રાય ડ્રમ્સ, ક્લોથ નીટીગ મશિન આવેલા છે. એટલે એક વખત કપડું ડ્રમમાં નાખો એટલે ધોવાય જાય, તરવાઇ જાય, સુકાય જાય અને પ્રેસ પણ થઇ જાય. જ્યારે નીટીગ મશિનથી હોવાથી તેને ઘડી કરવાની પણ માથાકુટ નહીં સીધુ ઘડી થઇને જ બાહર આવે.
સૌ પ્રથમ તમામ ક્લોથ સેટને ટ્રેનમાંથી લાવવામાં આવે છે. એટલે જ્યારે
અમદાવાદ જંકશન પર ટ્રેન રોકાય તે પહેલા ક્લોથનો સેટ ટ્રેનના નિશ્ચિત
કોચમાંથી એકઠી કરી લેવામાં આવે છે. અને ટ્રેન અમદાવાદથી રવાના થાય તે પહેલા
ચોક્કસ કોચના બોર્ડમાં આ સેટ પહોંચાડી દેવામાં આવે છે.
સમગ્ર યુનિટ એક ચેઇન સિસ્ટમથી કામ કરે છે. તમામ કપડાઓ વોશિંગ મશિનમાં નાંખવામાં આવે છે. તે પહેલા તમામ કપડાઓનું બચિંગ થાય છે.
સમગ્ર યુનિટ એક ચેઇન સિસ્ટમથી કામ કરે છે. તમામ કપડાઓ વોશિંગ મશિનમાં નાંખવામાં આવે છે. તે પહેલા તમામ કપડાઓનું બચિંગ થાય છે.
આવેલા
ક્લોથસેટને ખોલીને જુદા કરવામાં આવે છે. એટલે એક ડ્રમમાં માત્ર બેડશીટ,
બીજા ડ્રમમાં માત્ર ઓશિકાના કવર, ત્રીજા ડ્રમમા માત્ર કર્ટન (પદડા). ત્યાર
બાદ તમામ બંચને વોશિંગ માટે પ્રોસેસ કરવામાં આવે છે. જેના એક રાઉન્ડમાં
આશરે 1500 જેટલી બેડશીટ ધોવાય છે. રાત-દિવસ ચાલતી આ લોન્ડ્રીમાં શિફ્ટમાં
કામ થાય છે જેની એક શિફ્ટમાં 8000 જેટલી બેડશીટ ધોવાઇને તૈયાર થાય છે. તમામ
ક્લોથ સેટ માટે ગુડઝવાન હોય છે જે ટ્રેન સુધી લઇ જવાનું અને ત્યાંથી ફરી
લાવવાનું કામ કરે છે.
બચિંગ થયા બાદ તમામ કપડાઓ ધોવા માટે આગળ જાય છે. જ્યાં સતત ચાલતા
ડ્રમના એક સેટમાં કુલ 50 કિલો કપડાઓ ભરવામાં આવે છે. જેમાં બેટશીટ, કર્ટન
અને નેપકિનનો સમાવેશ થાય છે. શરૂઆતમાં તમામ કોરા કપડાઓ પ્રોસેસ થાય છે.
જ્યારે ડ્રમનો સેટ 50 કિલોથી ભરાઇ જાય ત્યારે ઓટોમેટિક તે ઉપર જાય છે.
ત્યાર બાદ વોશિંગ ચેમ્બરમાં ઠલવાય છે જ્યા તેની સાથે જરૂરી પાઉડર, ક્લિનીંગ
કેમિકલ અને વોશિંગ લિક્વિડ ઉમેરાય છે. સમગ્ર ઓટોમેટિક મશિનમાં પહેલાથી બધુ
સેટ કરીને રાખવામાં આવે છે. એટલે દરેક વખતે પાઉડરનું માપ, પાણી અને વોશિંગ
લિક્વિડના મીટર સેટ કરવા નથી પડતા. ખૂંબ ગંદા કપડા હોય તો તે 8
રાઉન્ડમાંથી પસાર થતા એકદમ
નવા જેવા થઇને બાહર આવે છે
જે રીતે વોશિંગ મશિનમાં કપડા ધોવાય છે તેવી જ રીતે આ મશિનમાં કપડા ધોવાય છે,
તફાવત
માત્ર એ છે કે દરેક કપડા કુલ 8 વોશિંગ ચેમ્બરમાંથી પસાર થઇને આવે છે. જેને
સ્ટેન્ડબાય મશિન કહેવામાં આવે છે. મશિનમાં જ કપડા તરવાઇને બાહર આવે છે
જેથી તેમા સાબુ રહી જવાનો કોઇ પ્રશ્ન જ નથી આવતો. આ વોશિંગ પ્રોસેસમાંથી
પસાર થતા ગમે તેવા ગંદા કપડા કે બેડશીટ એકદમ મખમલી બની જાય છે. ધોબ એવી
રીતે કરવામાં આવે છે કે કપડું ફાટે નહીં અને કેમિકલની આડઅસરથી ચડે નહીં.
બેડશીટ ધોવાયા બાદ પહોંળી કરવા માટે મશિનમાં ક્લિપિંગ કરવામાં આવે છે. જેથી
તેને સુકાતા સમય ન લાગે. ત્યાર બાદ તેને પ્રેસ કરવા માટે મોલકવામાં આવે
છે. જ્યા તેના પર હિટિંગ પ્રોસેસ થાય છે. આ હિટિંગ પ્રોસેસ બાદ તેની ઘડી
કરવામાં આવે છે. કુલ 15 નંગના એક બંચ લેખે તેને અલગ રાખવામાં આવે છે ત્યાર
પછી તેનું ગ્રુપિંગ થાય છે. એટલે કે એક બેટશીટ, એક નેપકિંગ, કર્ટન, પિલો
કવર.
અહીં લોન્ડ્રીમાં આવતા તમામ કપડાઓ આરો વોટરથી ધોવામાં આવે છે. જે માટે
યુનિટના પાછળના ભાગમાં જ એક આરઓ પ્લાન્ટ તૈયાર કરવામાં આવ્યો છે. આ સાથે જ
કોઇ પણ પ્રકારનું પ્રદુષણ ન થાય તે માટે ચોક્કસ ડ્રેનેજ સિસ્ટમ છે. મશિન
આધારિત કામ હોવાથી સમયાંતરે તેનું મોનિટરિંગ અને મેઇનેટેનન્સ થાય છે. જે
માટે એક્સપર્ટ કામ કરે છે.
અતિ આધુનિક વિશાળકાય મશિન
સાથે યુનિટમાં 100 જેટલા માણસો કામ કરે છે. જે ક્લોથસેટને તારવવા,
સુકવવાથી લઇને પેકિંગ સુધીની કામગીરી કરે છે. કપડાઓ ધોવાય ગયા બાદ તેના
પેરામીટર ચેક થાય છે કે કોઇ કપડું ફાટેલું તો નથી ને...કપડાની વ્હાઇનેટનું
સ્ટેટસ પણ તપાસવામાં આવે છે. જે માટે વ્હાઇટનેસ ડિટેકેશન મશિનનો ઉપયોગ
કરવામાં આવે છે. જેને ધોવાયેલા કપડા પર રાખતા તેમા કપડાની વ્હાઇટનેસના
પોઇન્ટ ડિસપ્લે થાય છે
હિટ ઉત્પન્ન કરવા માટે ભઠ્ઠી મૂકવામાં આવે છે. જો તમે ગમે તે બળી શકે એવા
કચરો નાંખવામાં આવે તો પ્રદુષણનો વ્યાપ વધે. આવું ન થાય તે માટે મગફળીના
ફોતરાનો ઉપયોગ કરવામાં આવે છે. જે સરળતાથી બળી જાય છે અને કોઇ ગંભીર
પ્રદુષણ પણ નથી ફેલાવતા. મગફળીમાંથી તેનું બી કાઢી લીધા બાદ તે ફોતરીઓ બચે
છે તેને એકઠી કરવામાં આવે છે અને ભઠ્ઠીમાં નાંખવામાં આવે છે. નોંધનીય છે કે
દેશનું સૌથી સારૂ અને ઇકો ફ્રેન્ડલી બોઇલર મશિન પણ આ યુનિટમાં છે.
દરરોજ રેલ વિભાગમાંથી ક્લોથસેટની માંગ આવે છે. જેમાં બેડશીટ, પીલો
કવર, નેપકિન, બાથ ટુવાલ અને બેગની માંગ મુખ્ય છે. પ્રત્યેક દિવસે 7000
જેટલા બેટશીટની માંગ આવે છે. જ્યારે દરેક ટ્રેન માટેનો ક્વોટા ફિક્સ હોય
છે. તે ઉપરાંત આ માંગ કરવામાં આવે છે.
અમદાવાદ
ઉપરાંત મુંબઇ માટેના ક્લોથસેટ પણ અમદાવાદથી રવાના કરવામાં આવે છે. જેને
મુંબઇની રેલમાં મૂકવામાં આવે છે. જો કોઇ સેટ ખોવાય જાય કે ચોરાય જાય તો
રેલમાં પહોંચતા કરતા એટેંડરની જવાબદારી થાય છે. મહિનાના અંતે આવી ખોવાઇ જતા
ક્લોથસેટનો હિસાબ થાય છે અને ખોવાઇ કે ચોરાઇ ગયેલા સેટની પેનલ્ટી સેટની
એટેન્ડસ લેનારે ભોગવવી પડે છે. એટલે બેટશીટનો સેટ ચોરતા પહેલા ચેતજો. આપની
લાલચ કોઇને આર્થિક નૂકશાનીમાં મૂકે છે.
આ પહેલા પણ જ્યારે આ પ્લનાન્ટ ન હતો ત્યારે રેલવેને ધાબડા અને બેડશીટ
ધોવામાં આવતી પણ તે એક રિટેઇલ વર્ક હતુ. જે માટે રેલવેએ કોઇને કોન્ટ્રાક્ટ
આપવાનો હતો. આ યુનિટ શરૂ થતા રિટેઇલનું કામ બલ્કમાં થવા માંડ્યું. રેલવેની
રો કોસ્ટ પણ નીચે આવી.
લાંબા અંતરની ખાસ કરીને અમદાવાદ-ગુજરાત રિજીયનમાંથી રવાના થતી આશરે 45 જેટલી ટ્રેનમાં આ ક્લોથસેટ આપવામાં આવે છે.
જેમાં
રાજધાની એક્સપ્રેસ, અમદાવાદ-દિલ્હી, જમ્મુતવી, સિંકંદરાબાદ એક્સપ્રેસ,
ઇન્ટરસિટી મુંબઇ, પુરી એક્સપ્રેસ, અમદાવાદ-ગોરખપુર અને સંપર્ક ક્રાંતિ જેવી
પ્રમુખ અને પ્રાઇમ ટ્રેનમાં આ ક્લોથસેટ આપવામાં આવે છે. ખાસ વાત તો એ છે
કે આ માટે કોઇ એક્સ્ટ્રા ચાર્જ લેવામાં આવતો નથી.
No comments:
Post a Comment