આજે અમે તમારા માટે ગ્રીન ટોમેટો સ્પેશિયલ વાનગીઓ લઈને આવ્યા છીએ. લીલા ટામેટાં સ્વાદમાં થોડાક ખાટા હોય છે પણ હા સ્વાદ અને ગુણોથી ભરપૂર તો ખરા જ. બસ તો આવા જ સ્વાદિષ્ટ ટામેટાંની અવનવી વાનગીઓ ટ્રાય કરો. સામાન્ય રીતે ગુજરાતી ઘરોમાં લીલા ટામેટાંનું ગોળવાળું શાક બનતું હોય છે. જે ખરેખર ખૂબ જ સ્વાદિષ્ટ લાગતું હોય છે. આજે અમે તમારા માટે તમે નવીનતા તરીકે કઢી શાક અને ગ્રીન સાલ્સા જેવી વાનગીઓ લઈને આવ્યા છીએ. બસ તો પહેલા નોંધી લો આ રેસિપિ અને પછી ટ્રાય કરો તમારા રસોડે.
લીલા ટામેટાંની કઢી
-3 કપ સમારેલા લીલા ટામેટા
-1 કપ નારિયેળનું છીણ
-2 લીલા મરચાં સમારેલા
-1 ટેબલસ્પૂન તેલ
-1/2 ટીસ્પૂન રાઈ
-1/2 ટીસ્પૂન જીરું
-1/2 ટીસ્પૂન હિંગ
-7થી 8 મીઠા લીમડાના પાન
-1/2 ટીસ્પૂન ખાંડ
-1/4 કપ કોથમીર સમારેલી
-મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ એક પ્રેશર કૂકરમાં 2 કપ પાણી, ટામેટાં, નારિયેળનું છીણ અને લીલા મરચાં બરાબર મિક્સ કરીને ત્રણ સીટી વગાડી લો. ત્યાર બાદ કુકર ઠંડું થવા દો. બરાબર ઠંડું થઈ જાય એટલે એક કપ પાણી ઉમેરીને તેને બરાબર બ્લેન્ડ કરી લો. એકદમ સ્મૂધ પેસ્ટ બનાવી લો. હવે તેને ગાળીને એકબાજુ મૂકી દો. હવે એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં જીરું, હિંગ અને મીઠો લીમડો ઉમેરીને સાંતળો. અડધી મિનિટ સાંતળ્યા બાદ તેમાં ટામેટાંની પ્યોરી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યારબાદ તેમાં મીઠું, ખાંડ અને કોથમીર ઉમેરીને પાંચથી સાત મિનિટ માટે ચઢવા દો. ગેસ બધ કરીને ગરમા-ગરમ સર્વ કરો
લીલા ટામેટાં અને ભજીયાનું શાક
સામગ્રી
-3 કપ લીલા ટામેટાં સમારેલી
-1/2 કપ ભજીયા
-1 ટેબલસ્પૂન તેલ
-1/2 ટીસ્પૂન જીરું
-1/4 ટીસ્પૂન હિંગ
-1/2 ટીસ્પૂન આદું સમારેલું
-1/2 ટીસ્પૂન હળદર
-11/2 ટીસ્પૂન ધાણાજીરું પાઉડર
-1/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
-1 ટીસ્પૂન ખાંડ
-મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ એક નોનસ્ટિક કડાઈમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં જીરું ઉમેરો. જીરું લાલ થાય એટલે તેમાં હિંગ અને આદુંની પેસ્ટ ઉમેરીને થોડીક સેકેન્ડ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં લીલા ટામેટાં, હળદર, ધાણાજીરું, ખાંડ અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. આ શાકને ઢાંકીને ધીમા તાપે આઠથી દસ મિનિટ માટે ચઢવા દો. વચ્ચે-વચ્ચે હલાવતા રહો. ટામેટાં ચડી જાય એટલે તેમાં ભજીયા ઉમેરીને બરાબર મિક્સ કરી લો. અડધી મિનિટ માટે સાંતળ્યા બાદ ગેસ બંધ કરીને ગરમા-ગરમ સર્વ કરો.
સામગ્રી
-3 લીલા ટામેટાં
-1 ડુંગળી સમારેલી
-4થી 5 લીલા મરચાં સમારેલા
-2 ટીસ્પૂન સફેદ વિનેગર
-મીઠું સ્વાદાનુસાર
રીત
સૌપ્રથમ લીલા ટામેટાંના બરાબર કટ કરી લો. ત્યાર બાદ એક મોટા મિક્સિંગ બાઉલમાં લીલા ટામેટાં, ડુંગળી, લીલા મરચાં અને અડધો ટી કપ પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેને ધીમા તાપે ચઢવા દો. બરાબર ચઢી જાય એટલે તેને ગેસ પરથી ઉતારી લો. તેને ઠંડું થવા દો. હવે તેને નિતારીને બ્લેન્ડરથી બ્લેન્ડ કરી લો. હવે તેમાં વિનેગર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો.
મેક્સિકન બીન ફજિતા
સામગ્રી
ટોર્ટિલ્સ માટે
-1/3 કપ ઘઉંનો લોટ
-3/4 કપ મેંદો
-4 ટીસ્પૂન તેલ
-મીઠું સ્વાદાનુસાર
બીન્સ માટે
-2 કપ રાજમા
-2 મોટા ટામેટાં સમારેલા
-1 કળી લસણ સમારેલું
-2થી 3 લીલા મરચાં સમારેલા
-2 ડુંગળી સમારેલી
-1/2 ટીસ્પૂન મરચું પાઉડર
-1 ટીસ્પૂન જીરું પાઉડર
-2 ટીસ્પૂન ખાંડ
-2 ટેબલસ્પૂન બટર
-2 ટેબલસ્પૂન તેલ
-મીઠું સ્વાદાનુસાર
સાલ્સા માટે
-3 ટામેટાં
-2 ટીસ્પૂન ચિલી ઈન વિનેગર
-1 ડુંગળી ઝીણી સમારેલી
-1/2 ટીસ્પૂન લાલ મરચું પાઉડર
-1 કેપ્સિકમ
-1/4 ટીસ્પૂન આમચૂર પાઉડર
-1/2 ટીસ્પૂન ખાંડ
-1/2 ટીસ્પૂન મીઠું
-1 ટેબલસ્પૂન તેલ
ગ્રીન સાલ્સા માટે
-3 લીલા ટામેટાં સમારેલા
-1 ડુંગળી સમારેલી
-4 લીલા મરચાં સમારેલા
-2 ટીસ્પૂન વિનેગર
-મીઠું સ્વાદાનુસાર
-ગ્રેટેડ ચીઝ
રીત
સૌપ્રથમ રાજમાને ધોઈને સાફ કરીને આખી રાત પલાળી દો. હવે તેમાં ટામેટાં, લસણ, લીલા મરચાં અડધી ડુંગળી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ તેને ચઢવા દો. ચઢી જાય એટલે તેને નિતારીને એકબાજુ મૂકી દો. હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં બાકીની ડુંગળી ઉમેરીને અડધી મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં રાજમા, લીલા મરચાં, જીરું પાઉડર, ખાડં, બટર અને મીઠું ઉમેરીને બેથી ત્રણ મિનિટ માટે ચઢાવ દો. રાજમા પર બધો જ મસાલો બરાબર ચઢી જાય એટલે તેને બરાબર મેશ કરી લો. જો તમને આ મિશ્રણ વધારે ડ્રાય લાગતું હોય તો તેમાં થોડુંક પાણી ઉમેરીને બરાબર મિક્સ કરી લો. ત્યાર બાદ ગરમા-ગરમ સર્વ કરો. હવે સાલ્સા માટે ટામેટાંને ગરમ પાણીમાં લગભગ દસ મિનિટ માટે પલાળી રાખો. ત્યાર બાદ તેની છાલ કાઢીને તેને સમારી લો. હવે કેપ્સિકમને સગડી પર પકડી રાખીને શેકો. તેની છાલ શેકાય જાય અને નીકળી જાય ત્યાં સુધી તેને ચઢવા દો. ત્યાર બાદ તેની છાલ કાઢીને તેને સમારી લો. હવે એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં ડુંગળી ઉમેરીને અડધી મિનિટ માટે સાંતળો. ત્યાર બાદ તેમાં બાકીની બધી જ સામગ્રી ઉમેરીને બરાબર મિક્સ કરીને ચારથી પાંચ મિનિટ માટે ચઢવા દો. ગ્રીન સાલ્સા માટે ટામેટાં, ડુંગળી અને અડધો ટી કપ પાણી ઉમેરીને ચઢવા દો. ત્યાર બાદ તેમાં રાજમા ઉમેરીને બરાબર મિક્સ કરો. બધી જ સામગ્રી બરાબર મિક્સ થઈ જાય એટલે તેમાં વિનેગર અને મીઠું ઉમેરીને બરાબર મિક્સ કરી લો. હવે દરેક ટોર્ટિલ્લા પર પહેલા ટોમેટો સાલ્સા અને પછી ગ્રીન સાલ્સા સ્પ્રેડ કરો. હેવ તેના પર બીન્સનું સ્ટફિંગ પાથરો. ત્યાર બાદ તેને બંને બાજુથી ફોલ્ડ કરો. તેની ઉપર થોડો ટોમેટો સાલ્સા અને ચીઝથી ગાર્નિશ કરો. હવે આ ટોર્ટિલ્લાને થોડીક મિનિટો માટે ગ્રીલ કરી લો જેથી ચીઝ મેલ્ટ થઈ જાય. ગરમા-ગરમ સર્વ કરો.
મસાલાવાળા ટામેટાં
સામગ્રી
-100 ગ્રામ કાચા લીલા ટામેટાં
-1 ચપટી ચણાનો લોટ
-મીઠું
-મરચું
-હળદર
-ખાંડ
-તેલ
-રાઈ
-ધાણાજીરું
રીત
સૌપ્રથમ કાચા ટામેટાં લઇ તેને છરીથી એક કાણું પાડીને તેમાંથી અંદરનો માવો કાઢી નાખવો. આ માવામાં ચણાનો લોટ, મરચું, મીઠું, હળદર, ખાંડ અને તેલ જરૂર પ્રમાણે ભેળવી લો. આ મિશ્રણને ટામેટાંમાં બરાબર ભરી લો. ત્યાર બાદ એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં ટામેટાં વઘારવા. ધીમા તાપે મૂકી ચઢવા દેવા. બરાબર ચઢી જાય એટલે ઉતારીને ગરમા-ગરમ સર્વ કરો.
-100 ગ્રામ કાચા લીલા ટામેટાં
-1 ચપટી ચણાનો લોટ
-મીઠું
-મરચું
-હળદર
-ખાંડ
-તેલ
-રાઈ
-ધાણાજીરું
રીત
સૌપ્રથમ કાચા ટામેટાં લઇ તેને છરીથી એક કાણું પાડીને તેમાંથી અંદરનો માવો કાઢી નાખવો. આ માવામાં ચણાનો લોટ, મરચું, મીઠું, હળદર, ખાંડ અને તેલ જરૂર પ્રમાણે ભેળવી લો. આ મિશ્રણને ટામેટાંમાં બરાબર ભરી લો. ત્યાર બાદ એક નોનસ્ટિક પેનમાં તેલ ગરમ કરો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ ઉમેરો. રાઈ ફૂટે એટલે તેમાં ટામેટાં વઘારવા. ધીમા તાપે મૂકી ચઢવા દેવા. બરાબર ચઢી જાય એટલે ઉતારીને ગરમા-ગરમ સર્વ કરો.
No comments:
Post a Comment