ગુજરાત હવે બોલિવૂડ માટે ઘર આંગણું બનતું જાય છે, ફિલ્મ્સના લોકેશન માટે રાજ્યમાં વધુને વધુ ફિલ્મ મેકર આવી રહ્યા છે. તાજેતરમાં જ શાહરૂખખાનની ફિલ્મ ‘રઇસ’નું શૂટિંગ અમદાવાદમાં થયું. ‘રઇસ’ની જેમ જ ‘મોંહે-જો-દરો’, ‘પીકુ’નું શૂટિંગ પણ ગુજરાતમાં જ થયેલું છે. ગુજરાતમાં સારા ફિલ્મ લોકેશનનો લોકો સમક્ષ રજૂ કરવા મુવિંગ પિક્સલ્સ કંપની ડિરેક્ટર મનિષ બારડીયાએ એક ચાર મિનિટનું એક ગીત તૈયાર કર્યું હતું. આ ગીતમાં ગુજરાતના જાણીતા સ્થળોને ફિલ્મના શૂટિંગના લોકેશનની નજરે રજૂ કરવામાં આવ્યા છે. મનિષ બારડીયાએ આ અંગે જણાવ્યું હતું કે, 'સિનેમેટીક ટુરિઝમ કોન્ફરન્સ માટે એક એડ બનાવવામાં આવી હતી તેનું જ અપડેટેડ વર્ઝન છે આ. અમે વિચાર્યું કે ગુજરાતના આ સ્થળોને ફિલ્મ મેકર્સને ગમી જાય તે દ્રષ્ટીએ રજૂ કરીએ અને એ માટે અમે દરેક સ્થળને અલગ અંદાજમાં રજૂ કર્યું છે.'
‘હમ દિલ દે ચુકે સનમ’ બોલિવૂડનું ધ્યાન વધુ ખેંચાયું
બોલિવૂડ ગુજરાત પર પસંદગીના ઢોળાઇ રહેલા કળશ પાછળ રાજ્યમાં કાયદો અને વ્યવસ્થાની સારી સ્થિતિ, મળતાવડા લોકો, સસ્તી મજૂરી અને મનભાવન લોકેશનને કારણભૂત ગણાવે છે. ગુજરાત તરફ બોલિવૂડનું વધુ ધ્યાન 1999માં આવેલી સલમાન-ઐશ્વર્યાની ‘હમ દિ
ગુજરાતમાં શૂટિંગ માટે જાણીતા સ્થળો
ગુજરાતમાં ફિલ્મ શૂટિંગ માટે સાપુતારા, ચાંપાનેર, માંડવી બીજ-ભૂજ, ગોપનાથ બીચ-ભાવનગર, સોમનાથ, દ્વારકા, અડાલજની વાવ, મોઢેરા સૂર્ય મંદિર, સરખેજ રોઝા, જૂનાગઢ, લખપત, કચ્છનું મોટું અને નાનું રણ, નર્મદા, પોલોના જંગલ, બાલારામ પેલેસ, દરબારગઢ પોશીના, ખિરસરા પેલેસ-રાજકોટ, ગોંડલ પેલેસ, વિજય વિલાસ પેલેસ-માંડવી, લક્ષ્મી વિલાસ પેલેસ-વડોદરા, રાજવંત પેલેસ-રાજપીપળા સહિતના સ્થળો બહુ જાણીતા છે.
જાન્યુઆરી 2014થી ગુજરાત સરકારે ફિલ્મ શૂટિંગ માટે સિંગલ વિન્ડો ક્લિયરન્સની સગવડ કરી આપી છે. ત્યારથી 70થી વધુ હિન્દી, દક્ષિણની ફિલ્મનું શૂટિંગ થયું છે. જ્યારે 50થી વધુ ભોજપુરી ફિલ્મનું શૂટિંગ થયું છે.
આમિરખારની ‘લગાન’માં પણ કચ્છની ધરતી પર ફિલ્માવેલી હતી. માત્ર હિન્દી ફિલ્મ્સ જ નહીં પણ દક્ષિણના ફિલ્મ મેકર પણ ગુજરાત તરફ વળી રહ્યા છે. મલયાલમ ફિલ્મ Ayaal Njanalla નું શૂટિંગ પણ ગુજરાતમાં થયું છે. મહેશબાબુની ફિલ્મ Dookudu માં કચ્છનું રણ દેખાશે. પાકિસ્તાની ફિલ્મ મેકર મેહરીન જબ્બારની ફિલ્મ રામચંદ પાકિસ્તાનીનું શૂટિંગ પણ કચ્છમાં થયું હતું.