Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Tuesday, May 3, 2016

પાપડ સમોસા - ગુજરાતી વાનગી

પાપડ સમોસા

સામગ્રી

-દસ નંગ અડદના પાપડ
-પાંચસો ગ્રામ લીલા વટાણા
-અઢીસો ગ્રામ બટાકા
-બે ટીસ્પૂન મેંદો
-એક ટીસ્પૂન તલ
-એક ટીસ્પૂન ગરમ મસાલો
-એક ટીસ્પૂન લાલ મરચું પાવડર
-એક ઝૂડી કોથમીર
-એક નંગ લીંબુ
-મીઠું સ્વાદાનુસાર
-ખાંડ
-તેલ
-લવિંગ
વાટવાનો મસાલો
-સો ગ્રામ નાળિયેરનું છીણ
-ત્રણ નંગ લીલા મરચાં
-એક કટકો આદુ
-એક ઝૂડી કોથમીર
-લસણ
-મીઠું
-ગોળ

રીત

સૌપ્રથમ વાટવાનો મસાલો મિક્ષ કરીને લીલી ચટણી વાટી લો. ત્યાર બાદ બટાકાને બાફીને છોલી લો. તેના ખૂબ જ ઝીણા કટકા કરી લો. હવે એક કડાઈમાં થોડુ તેલ ગરમ કરો. તેમાં તજ-લવિંગનો વઘાર કરો. ત્યાર બાદ તેમાં વટાણાનો ભૂકો નાખવો. ધીમા તાપે ઢાંકીને ચઢવા દો. વટાણા બફાઈ જાય એટલે તેમાં બટાકા, મીઠું, મરચું, ખાંડ અને ગરમ મસાલો નાખીને બરાબર મિક્ષ કરવુ. લગભગ એકાદ મિનિટ બાદ ગેસ બંધ કરો. ત્યાર બાદ તેમાં લીંબુનો રસ અને કોથમીર નાખીને બરાબર મિક્ષ કરી લો. પાપડ પર પાણી રેડો. નરમ થાય એટલે તેના બે કટકા કરો. તેના પર વાટેલો મસાલો પાથરવો. ત્યાર બાદ તેને ત્રિકોણ આકારે બંધ કરી લો. મેંદામાં પાણી નાખીને પાતળી લઈ જેવું તૈયાર કરો. તેનાથી પાપડની કિનારી બંધ કરવી. ત્યાર બાદ આ સમોસાને તેલમાં તળી લેવા. તૈયાર છે ગરમા-ગરમ પાપડ સમોસા.

સ્પ્રાઉટેડ બીન્સ સલાડ - ગુજરાતી વાનગી

સ્પ્રાઉટેડ બીન્સ સલાડ

સામગ્રી

-ત્રણસો ગ્રામ કોબીજ
-સો ગ્રામ ફણગાવેલા મગ
-સો ગ્રામ ફણગાવેલા મઠ
-એક ચમચો ઝીણી સમારેલી ડુંગળી
-એક ચમચો ઝીણા સમારેલા ટામેટાં
-એક ચમચી મરચાના પીસ
-અડધી વાટકી કોથમીર સમારેલી
-પચાસ ગ્રામ ફણગાવેલા સોયાબીન
-પચાસ ગ્રામ બાફેલી મકાઇના દાણા
-બે ચમચી લીંબુનો રસ
-મીઠું સ્વાદાનુસાર
-મરચું
-જીરું

રીત

સૌપ્રથમ ફણગાવેલા મગ, મઠ અને સોયાબીનને થોડું મીઠું નાખીને બાફી લો. કોબીજને ઝીણી સમારી લો. એક વાસણમાં તેલ ગરમ મૂકીને તેમાં જીરુંનો વધાર કરો. તેમાં મરચાના ઝીણાં ટુકડા અને મીઠા લીમડાનો વધાર કરો. તેમાં કોબીજ અને ડુંગળીને સાંતળો. થોડી વાર પછી તેમાં ટામેટાં પણ ઉમેરો. છેલ્લે બાફેલા મગ, મઠ અને સોયાબીન તેમજ બાફેલી મકાઇના દાણા નાખીને હળવેથી હલાવો. થોડીવાર ગરમ થવા દો અને પછી તેમાં આદુ-મરચાં, મીઠું, લીંબુનો રસ નાખીને હલાવો. બરાબર હલાવીને બાઉલમાં કાઢીને તેના ઉપર કોથમીર ભભરાવીને તેનો સ્વાદ માણો.

રજવાડી કઢી - ગુજરાતી રસોઈ

કઢી

સામગ્રી

-અડધો લિટર ખાટી છાશ
-અડધો કપ બેસન
-બે ટીસ્પૂન ખાંડ
-એક ડાળી કઢી લીમડો
-અડધી ટીસ્પૂન રાઈ
-બે ટીસ્પૂન ઘી
-લાલ મરચુ
-હિંગ
-હળદર
-લીલા ધાણા
-મીઠું સ્વાદાનુસાર

રીત

સૌ પહેલા છાશમાં બેસન, મીઠુ, મરચું,  હળદર, ખાંડ, મિક્સ કરીને ખીરુ બનાવો. વાસણમાં ઘી ગરમ કરો. તેમા રાઈ, હિંગ, કઢી લીમડો નાખો. રાઈ તતડ્યા પછી તેમા છાશનુ મિશ્રણ નાખો. સતત હલાવતા રહો. ઉકાળો આવતા સુધી થવા દો. ઉકાળો આવતા ધીમા ગેસ પર 10 મિનિટ થવા દો. લીલા ધાણા નાખીને ગેસ બંધ કરી દો.

રજવાડી મસાલેદાર ખીચડી - ગુજરાતી વાનગી

રજવાડી મસાલેદાર ખીચડી

સામગ્રી

-બે કપ ચોખા
-એક કપ તુવેરની દાળ
-એક નંગ ગાજર
-દોઢસો ગ્રામ વટાણા
-ચાર નંગ તજ
-ચાર નંગ લવિંગ
-બે નંગ આખા લાલ મરચાં
-એક ટીસ્પૂન લાલ મરચું પાવડર
-એક ટીસ્પૂન ગરમ મસાલો
-અડધી ટીસ્પૂન હળદર
-પા ટીસ્પૂન જીરૂં
-પા ટીસ્પૂન રાઈ
-દોઢ ટીસ્પૂન આદુ-લસણની પેસ્ટ
-બે ટીસ્પૂન તેલ
-પાણી જરૂર મુજબ

રીત

સૌપ્રથમ દાળ અને ચોખાને ધોઈને એક કલાક માટે પલાળી રાખો. હવે એક કૂકરમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ-જીરાનો વઘાર કરો. ત્યાર બાદ તેમાં બધી જ સામગ્રી એક પછી એક નાખીને બરાબર મિક્ષ કરી લો. હવે તેમાં બધા જ શાક નાખીને બરાબર હલાવીને થોડી વાર ચઢવા દો. ત્રણેક મિનિટ બાદ તેમાં દાળ-ચોખા ઉમેરીને દસેક મિનિટ માટે ચડવા દો. આમાં જરૂર મુજબ પાણી ઉમેરી કૂકર બંધ કરો. ધીમી આંચે ત્રણેક સીટી વગાડો. કૂકર ઠંડું પડે એટલે ગરમા-ગરમ ખીચડીને કઢી સાથે સર્વ કરો.

રીંગણ-બટાકાનું શાક - ગુજરાતી વાનગી

રીંગણ-બટાકાનું શાક

સામગ્રી

-ત્રણ નંગ રીંગણ
-બે નંગ બટાકા
-એક નંગ ટામેટું
-પાંચ કળી લસણ
-એક ટીસ્પૂન હળદર
-એક ટીસ્પૂન મરચું પાવડર
-એક ચપટી હિંગ
-બે ટીસ્પૂન તેલ
-એક ટીસ્પૂન રાઈ-જીરૂં
-એક ટીસ્પૂન ધાણાજીરૂં પાવડર
-મીઠું સ્વાદાનુસાર
-પાણી જરૂર મુજબ

રીત

સૌપ્રથમ રીંગણ બટાકાને ધોઈને કટકા કરી લો. ટામેટાંને પણ ધોઈને ટુકડા કરી લો. લસણને પીસી લો. હવે એક કૂકરમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ-જીરૂં નાખો. રાઈ તતડે એટલે હિંગ નાખો. હવે તેમાં લસણ અને ટામેટાંના ટુકડા નાખીને બરાબર સાંતળો. ત્યાર બાદ તેમાં હળદર અને મીઠું ઉમેરીને બરાબર હલાવો. હવે તેમાં રીંગણ-બટાકાના ટુકડા નાખીને બરાબર હલાવો. તેમાં લાલ મરચું પાવડર નાખીને ફરીથી બરાબર  મિક્ષ કરી લો. હવે જરૂર પૂરતું પાણી નાખીને કૂકરનું ઢાંકણ બંધ કરી લો. ત્રણથી ચાર સીટી વગાડો. કૂકર ઠંડુ થાય એટલે તેમાં ધાણાજીરૂં પાવડર નાખીને બે-એક મિનિટ સુધી ચઢવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી. કોથમીર નાખીને ગરમા-ગરમ સર્વ કરો.

તવા ભીંડી - ગુજરાતી વાનગી

તવા ભીંડી

સામગ્રી

-અઢીસો ગ્રામ ભીંડા
-એક નંગ ડુંગળી
-એક ટીસ્પૂન અજમો
-એક ટીસ્પૂન ધાણા પાવડર
-એક ટીસ્પૂન વરિયાળીનો ભૂકો
-અડધી ટીસ્પૂન હળદર
-અડધી ટીસ્પૂન મરચું પાવડર
-અડધી ટીસ્પૂન આમચૂર
-અડધી ટીસ્પૂન ગરમ મસાલો
-મીઠું સ્વાદાનુસાર
-તેલ જરૂર મુજબ

રીત

સૌપ્રથમ ભીંડાને ધોઈને લૂછી લો. દરેક ભીંડાને વચ્ચે કાપો મૂકો. ડુંગળીને બારીક સમારી લો. તેમાં અજમા સિવાયની બધી જ સામગ્રી નાખીને બરાબર મિક્ષ કરી લો. આ મિશ્રણને ભીંડામાં ભરી લો. હવે એક કડાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં અજમો નાખો. અજમો લાલ રંગનો થાય એટલે ભીંડા નાખો. થોડી વાર સુધી સાંતળીને ભીંડા નરમ થાય એટલે ગેસ ધીમો કરીને ભીંડાને ચઢવા દો. ભીંડા બરાબર ચઢી જાય એટલે કોથમીર નાખીને સર્વ કરો.

Friday, January 22, 2016

લિજ્જતદાર 'માટલા ઊંધિયું'ને બનાવો પોતાના રસોડામાં

લિજ્જતદાર 'માટલા ઊંધિયું'ને બનાવો પોતાના રસોડામાં  

ઊંધિયું શિયાળામાં આરોગ્યવર્ધક ગણાય છે. લોકો શિયાળામાં ઊંધિયાંની સૌથી વધુ લિજ્જત માણે છે. આધુનિક ખાનપાનની રીત મુજબ ઊંધિયું લિજ્જતદાર બને છે પરંતુ પ્રાચીન પરંપરાની રીતથી ઊંધિયું એનાથી પણ વધુ લિજ્જતદાર બને છે.

સામગ્રી
  • ભરેલાં શાકભાજી
  • મેથીના મુઠિયાં
  • ૧૦૦ ગ્રામ સુરતી પાપડી
  • ૧૦૦ ગ્રામ વાલોળ
  • ૫૦ ગ્રામ તુવેરના દાણા
  • ૫૦ ગ્રામ લીલા ચણા
  • આદું+ મરચાં+ લસણની મિક્સર પેસ્ટ
  • સુરતી ઊંધિયાનો મસાલો
  • સ્વાદાનુસાર મીઠું
  • હળદર
  • મરચું
  • ધાણાજીરું
  • ૫૦ ગ્રામ સિંગદાણાનો ભૂકો

સામગ્રી
  • ભરેલાં શાકભાજી માટે
  • ૬થી ૭ નંગ લીલા રવૈયા
  • ૬થી ૭ નંગ નાની બટાકી
  • ૧૦૦ ગ્રામ રતાળુ
  • કોથમીર
  • આદું-મરચાં- લસણ પેસ્ટ

રીત
સૌપ્રથમ રવૈયા, બટાકી, રતાળુના વચ્ચેથી ભાગ કરી કોથમીર, આદું-મરચાં- લસણની ૧/૨ ચમચી પેસ્ટ, મીઠું, સિંગદાણાનો ભૂકો, ચપટી હિંગ, મીઠું, ખાંડ, ગરમ મસાલો મિક્સ કરી આ ફિલિંગ રવૈયા, બટાકી, રતાળુમાં ભરીને તૈયાર કરવા.

સામગ્રી અને રીત
મેથીના મુઠિયાં માટે : ૨૦૦ ગ્રામ મેથી ઝીણી સમારેલી. તેમાં આદું-મરચાં, લસણની ૧/૨ ચમચી પેસ્ટ, મીઠું, ખાંડ, હળદર, મરચું નાખી પછી ચણાનો લોટ ૧૫૦ ગ્રામ, ૫૦ ગ્રામ ઘઉંનો લોટ લઈ તેમાં ઘઉંના પ્રમાણમાં મોણ નાખી દહીંથી કઠણ કણીક બાંધી મુઠિયાં વાળી તેલમાં તળી લો.

માટલા ઊંધિયું બનાવવાની રીત
  • પ્રથમ માટીની હાંડી ગેસ પર ગરમ કરવા મૂકો. ત્યાર બાદ તેમાં ચાર ચમચા તેલ નાખી ગરમ થાય એટલે ચપટી અજમો નાખી, આદું, મરચાં, લસણની પેસ્ટ અને હિંગ નાખો.
  • ત્યારબાદ તેમાં સુરતી પાપડી, વાલોળ, તુવેરના દાણા, લીલા ચણા નાખી બિન્સને થોડીવાર ચઢવા દો.
  • ત્યારબાદ તેમાં ભરેલાં શાકભાજી, મેથીના મુઠિયાં નાખો. પછી જરૂર પ્રમાણે બધાં મસાલા કરવા અને મીઠું નાખવું.
  • થોડું ગરમ પાણી થાળીમાં મૂકી થાળીથી માટલાને ઢાંકી દો.
  • લગભગ દસેક મિનિટ બાદ થાળીમાંનું પાણી ઊંધિયામાં નાખી ગ્રેવી થવા દો.
  • લગભગ બધું શાકભાજી ચઢતાં ૧૦ મિનિટ જેવો સમય લાગશે. ત્યારબાદ ગરમાગરમ ઊંધિયું કેસરોલમાં કાઢી ઉપર થોડીક કોથમીર અને ઝીણી સેવ ભભરાવી ગાર્નિશ કરો અને પૂરી, જલેબી સાથે સર્વ કરો.



Monday, December 21, 2015

પંચ મહોત્સવ વર્લ્ડ હેરિટેજ પાવાગઢમાં

વર્લ્ડ હેરિટેજ પાવાગઢમાં 23થી 27 ડિસેમ્બર પંચ મહોત્સવ યોજાશે...અમદાવાદ- જગ પ્રસિધ્ધ શક્તિપીઠ પાવાગઢ-ચાંપાનેરમાં 23થી...

Posted by Panchmahal Tourism on Monday, December 21, 2015

મેથીના ગોટા અને દાળવડાને બહું ખવડાવ્યાં હવે બનાવો 'ચાઈનીસ ભજીયા

મેથીના ગોટા અને દાળવડા તો ઘરમાં બહું બનાવ્યાં હવે આપણે બનાવીશું ચાઈનીઝ ભજીયા.

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies