Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: બનાવો ચીમી ચાન્ગા (મેક્સિકન)
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Wednesday, February 11, 2015

બનાવો ચીમી ચાન્ગા (મેક્સિકન)

સામગ્રી :
ટોર્ટીલા કવર માટે :
૧/૨ કપ મેંદો
૧/૪ કપ મકાઈનો લોટ
મીઠું સ્વાદાનુસાર
તેલ જરૂર મુજબ
સ્ટફિંગ માટે:
૧ કપ બાફેલા રાજમા
૨ ટે.સ્પૂન બટર
૧/૪ ટી.સ્પૂન અજમો

૧ નંગ ઝીણી સમારેલી ડુંગળી
૧/૨ ટી.સ્પૂન લસણ
૩ ટે.સ્પૂન ટોમેટો પ્યૂરી
૧ ટી.સ્પૂન ખાંડ
૨ ટી.સ્પૂન આદું-મરચાં ક્રશ્ડ
૧/૨ ટી.સ્પૂન લાલ મરચું
૧ કપ ચીઝ
૧/૪ કપ કોથમીર
મીઠું સ્વાદાનુસાર
બનાવવાની રીત : ટોર્ટીલા કવર માટેની સામગ્રી મિક્સ કરી તેની કાચી-પાકી રોટલી બનાવી લો. હવે એક પેનમાં બટર મૂકી તેમાં અજમો નાખી ડુંગળી, લસણ, આદું-મરચાં સાંતળી તેમાં બોઈલ્ડ અજમાને અધકચરા મસળીને તેમાં નાખો. પછી તેમાં ટોમેટો પ્યૂરી, ખાંડ, લાલ મરચું, કોથમીર, નમક નાખી સારી રીતે મિક્સ કરી લો.
ત્યાર બાદ તૈયાર કરેલ કાચી-પાકી રોટી પર વચ્ચે જ થોડું રાજમાનું સ્ટફિંગ મૂકી તેના પર થોડું ગ્રેટેડ ચીઝ ભભરાવી તેને પેકેટની જેમ ચારે બાજુ ફોલ્ડ કરી બંધ કરો અને તેલમાં ડિપફ્રાય કરો અથવા તેલ લગાવી ઓવનમાં પિંક બેક કરો. સાલ્સા સાથે ગરમાગરમ સર્વ કરો.

No comments:

Post a Comment

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies