Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: July 2017
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Sunday, July 9, 2017

અમદાવાદની નીપા સિંહે જીત્યો વિશ્વ સુંદરીનો ખિતાબ

 

Miss United Nations - Neepa Singh - Gujju Girl Makes Proud
જમૈકામાં યોજાયેલી 'મિસીસ યુનાઇટેડ નેશન્સ ક્લાસિક સ્પર્ધા'માં અમદાવાદની નીપા સિંહે વિશ્વ સુંદરીનો ખિતાબ જીત્યો છે. આ પહેલા નીપા સિંહે મિસિસ ઇન્ડિયા અર્થ સ્પર્ધા'માં ભાગ લીધો હતો, જેમાં તે ફર્સ્ટ રનર અપ બન્યા હતા. ગુજરાતનું ગૌરવ વધારનાર નીપા સિંહની ઉંમર 45 વર્ષની છે અને તેમને 18 વર્ષનો એક પુત્ર પણ છે.

નીપા સિંહના લગ્ન બિહારના રહેવાસી મનીષ સિંહ સાથે થયા છે અને તેમના પતિ મનીષ સિંહ સાથે અમદાવાદમાં જ રહે છે. નીપા સિંહના પિતા વિજાપુરના લાડોલ ગામના નાગર બ્રાહ્મણ છે, પણ તેઓ વર્ષો પહેલા નાગપુરમાં જઇને વસી ગયા હતા. નીપાના પિતાનું જીવન ઘણું સંઘર્ષમાં વીત્યુ છે, પણ પુત્રી નીપાનો ઉછેર તેમણે એક રાણીના જેમ કર્યો હતો.
અમદાવાદની નીપા સિંહે જીત્યો વિશ્વ સુંદરીનો ખિતાબ 



18 વર્ષની ઉંમરે નીપા સિંહે લડી હતી લડત

નીપા સિંહનો જન્મ નાગપુરમાં રહેતા મધ્યમ વર્ગના એક ગુજરાતી પરિવારમાં થયો હતો. નીપા સિંહે આર્થિક ભીંસને કારણે તેમણે પિતાને મદદ કરવા ઓછી ઉંમરે નોકરી કરવાનું શરૂ કર્યું. તેમને વર્ષની ઉંમરે નાગપુરની એક સ્કૂલમાં શિક્ષિકા તરીકેની કામગીરી બજાવવી પડી હતી. સ્કૂલ 8થી 10 કિલોમીટર દૂર હોવાથી સાઈકલ પર જવું પડતું હતું. ટીચરે સાડી પહેરવી ફરજિયાત હતી. પરંતુ સાડી પહેરીને સાઈકલ ચલાવવામાં તેમને તકલીફ પડતી હતી.
તેમની સાડી સાઈકલની ચેનમાં ભરાઈ જતી હતી. જેથી તેમણે કુર્તા- પાયજામા પહેરવા પરવાનગી માગી. તો સંચાલકોએ ઈન્કાર કર્યો. તે માટે તેમને લડત આપવી પડી. નીપા સિંહે સ્કૂલના પ્રિન્સિપાલ અને મેનેજમેન્ટ સમક્ષ દલીલ કરી હતી કે, તેમની ઉંમર હજુ ૧૮ વર્ષની પણ થઈ નથી. જેથી તે 8 થી 10 કિલોમીટર સાડી પહેરીને સાઈકલ ચલાવી ન શકે. સ્કૂલના બીજા શિક્ષકો પેન્ટ-શર્ટ કે જીન્સ પહેરીને આવે છે.
તેમને ભારતીય સંસ્કૃતિ પ્રમાણે તમે ધોતી-ઝભ્ભો પહેરવાનું કેમ કહેતા નથી ? પુરુષ અને સ્ત્રીઓ વચ્ચે આવો ભેદભાવ શા માટે ? મને સલવાર-કૂર્તો પહેરવાની પરવાનગી નહીં મળે તો હું રાજીનામું આપી દઈશ. નાની ઉંમરે મારી આ મક્કમ દલીલો બાદ તેમની જીત થઇ અને તેમને કુર્તા પાયજામા પહેરવા પરવાનગી મળી. 
'પતિના સપોર્ટ વગર હું માત્ર ગૃહિણી જ છું'

નીપા સિંઘ ગૃહિણી છે, પણ સપના સાકાર કરવાની જીદ તેને અહીં સુધી પહોંચાડ્યા છે. નીપા સિંઘ સફળતાનો શ્રેય પતિને આપતાં જણાવે છે, મારો જે કામમાં રસ હોય તે કામ કરવા માટે મારા પતિ મને હંમેશા સપોર્ટ કરવાની સાથે આત્મવિશ્વાસ પૂરો પાડે છે. તેમના સપોર્ટ વગર હું માત્ર ગૃહિણી છું. જ્યારે તેના પતિનું કહેવું છે કે, મને મારી પત્ની પર ગર્વ છે. તે ખૂબ જ સરળ રીતે પોતાના કામની સાથે પરિવારની દેખરેખ રાખે છે.'








Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies