Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: August 2014
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Friday, August 1, 2014

સુવિચાર





મને ગર્વ છે કે હું ગુજરાતી છું…!!


મને ગર્વ છે કે હું ગુજરાતી છું…!!
આ ગુજરાત છે કે જ્યાં ;
" યમદૂત પહોંચે એ પહેલાં 108 પહોંચી જાય છે "
આ ગુજરાત છે કે જ્યાં ;
" વેપારીઓની વેચાણનીતિ કોઈ રાજ્યની તોલે ન આવે "
આ ગુજરાત છે કે જ્યાં ;
" કરોડપતિ મહિલાઓ પણ શાકભાજી ના ભાવ કરાવતાં ખચકાતી નથી "
આ ગુજરાત છે કે જ્યાં ;
" મોર્નિંગ વોક કરવા આવતા લોકો નાસ્તો કરતા વધારે દેખાય છે "
આ ગુજરાત છે કે જ્યાં ;
" લોકો લોંગ ડ્રાઇવ કરવા અમદાવાદ થી વડોદરા એકસપ્રેસ હાઈવે પર જાય"
આ ગુજરાત છે કે જ્યાં ;
" રાજકોટના પેંડા, અમદાવાદના ફાફડા, વડોદરાની સેવખમણી, સુરતનો લોચો, ભાવનગરના ગાંઠિયા અને જામનગર ની કચોરી આખી દુનિયા માં પ્રખ્યાત છે "
આ ગુજરાત છે કે જ્યાં ;
" લોકો નોકરીમાં એકાદ વાર ગુલ્લી મારે પણ સોમવારે શંકરના ,
મંગળવારે ગણપતિના, ગુરુવારે સાંઈના અને શનિવારે હનુમાનના મંદિરે ગુલ્લી ક્યારેય ન મારે "
આ ગુજરાત છે કે જ્યાં ;
" કવિઓની કવિતાઓ અને કથાકાર ની વાર્તા ઓ ના કદરદાનો ડગલે-પગલે જોવા મળે છે "
આ ગુજરાત છે કે જ્યાં ;
" ટુ વિહલર પર જતી છોકરીઓ કોઈ પણ સિઝનમાં બુકાની બાંધીને જ નીકળે છે "
આ ગુજરાત છે કે જ્યાં ;
" અંબાજી અને સોમનાથ માં કિલો કિલો સોનું ચઢે છે "
આ ગુજરાત છે કે જ્યાં ;
" દેવું કરવા વાળો જલસાથી અને લેણદાર ટૅન્શન માં જીવતો હોય છે "
આ ગુજરાત છે કે જ્યાં ;
"ફેસબુક માં મિત્રો ઘરનાં ની જેમ વર્તાવ કરતા હોય છે "
આ ગુજરાત છે કે જ્યાં ના;
" મુખ્યમંત્રી જેવી લોકપ્રિયતા દુનિયામાં એક પણ મંત્રી ની નહીં હોય "
.
.
.
.
આવા ગુજરાતનો રહેવાસી હોવાનો મને ગર્વ છે અને તમામ ગુજરાતીઓ ને ‪#‎સલામ‬ કરું છું.
છેક સુધી લડી લેવું કે છેક સુધી આનંદ લેવો એ આપણી ગુજરાતી પરંપરા છે કે નહી ?
જેમ કે,
શેમ્પુની બોટલ ખાલી થાય પછી પાણી નાખીને વીછળીને એક-બે વખત એ ચલાવે.
ટુથ-પેસ્ટ ખલાસ થયા પછી ચપટી કરી છેડેથી દબાવી દબાવી બે જણા એક દિવસ ચલાવે.
મળેલ ભેટ તો ઠીક પણ ભેટ ઉપરના રેપર પણ રી-સાયકલ કરવાની કેવી મજા આવે.
બોન ચાયનાની ક્રોકરી ઘરમાં આવતા મહેમાન માટે જ હોય, બાકી કજોડા કપ-રકાબીની મોજ.
ટીવીના રીમોટને પાછળ ઠબકારી ઠબકારી તોડી નાખશું પણ પચી રૂપીયાના સેલ નહી નાખીએ.
ઇમ્પોર્ટેડ શાકભાજીના રવાડે - આ રસોઈ શોને કારણે ચડીએ. જેમ કે બ્રોકોલી પણ કોથમરી મફત જ માંગવાની.
સોનાના ભાવ વધે કે ઘટે... ખરીદવું એટલે ખરીદવું જ.
પહેરવા માટે? એટલે શું?
પાણીપુરી ખાતી વખતે ઓર તીખા ઓર તીખા, પછી મફતની એક પુરીમાં જાણે આખું રજવાડું લઈ લીધું હોય એમ રાજીપો આવે.
ટી-શર્ટ જુનું થાય એટલે નાઈટ ડ્રેસ, અને એ પણફાટી જવા આવે એટલે હોળીનો યુનિફોર્મ અને પછી? પછી કાર-બાઈક સાફ કરવાનું પોતું.
પીઝા પાર્લર્સમાં મફતમાં મળતાં ઓરેગાનો અને ચીલી ફ્લેક્સ (આમ તો ઘરે મરચાંના બી આવે તો કકળાટ કરે) બઠાવી લેવાના. અને એ બઠાવેલા પડીકા પડે પછી મેગી નુડલ્સમાં.
બીસ્લેરીની ખાલી બોટલ મહીનાઓ સુધી રેફ્રીજરેટરમાં ઉપયોગમાં લેવાય.
પંજાબી ફુડ પાર્સલ સર્વીસવાળાના ડબ્બાઓ ઓફીસના લંચ બોક્સ તરીકે આવે.
અમુલ શીખંડના ખાલી ડબ્બા મસાલા અને નાસ્તા ભરવા માટે ઉપયોગમાં લેવાય.
લાસ્ટ બટ નોટ લીસ્ટ (કેર ફુલ)
દરેક ખાલી બોટલમાં મની પ્લાન્ટ ઉગાડવામાં આવે.
મને ગર્વ છે કે હું ગુજરાતી છું…!!


Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies