રીંગણ-બટાકાનું શાક
સામગ્રી
-ત્રણ નંગ રીંગણ
-બે નંગ બટાકા
-એક નંગ ટામેટું
-પાંચ કળી લસણ
-એક ટીસ્પૂન હળદર
-એક ટીસ્પૂન મરચું પાવડર
-એક ચપટી હિંગ
-બે ટીસ્પૂન તેલ
-એક ટીસ્પૂન રાઈ-જીરૂં
-એક ટીસ્પૂન ધાણાજીરૂં પાવડર
-મીઠું સ્વાદાનુસાર
-પાણી જરૂર મુજબ
રીત
સૌપ્રથમ રીંગણ બટાકાને ધોઈને કટકા કરી લો. ટામેટાંને પણ ધોઈને ટુકડા કરી લો. લસણને પીસી લો. હવે એક કૂકરમાં તેલ ગરમ કરવા મૂકો. તેલ ગરમ થાય એટલે તેમાં રાઈ-જીરૂં નાખો. રાઈ તતડે એટલે હિંગ નાખો. હવે તેમાં લસણ અને ટામેટાંના ટુકડા નાખીને બરાબર સાંતળો. ત્યાર બાદ તેમાં હળદર અને મીઠું ઉમેરીને બરાબર હલાવો. હવે તેમાં રીંગણ-બટાકાના ટુકડા નાખીને બરાબર હલાવો. તેમાં લાલ મરચું પાવડર નાખીને ફરીથી બરાબર મિક્ષ કરી લો. હવે જરૂર પૂરતું પાણી નાખીને કૂકરનું ઢાંકણ બંધ કરી લો. ત્રણથી ચાર સીટી વગાડો. કૂકર ઠંડુ થાય એટલે તેમાં ધાણાજીરૂં પાવડર નાખીને બે-એક મિનિટ સુધી ચઢવા દો. ત્યાર બાદ ગેસ બંધ કરી. કોથમીર નાખીને ગરમા-ગરમ સર્વ કરો.

No comments:
Post a Comment