મરચાં, બટાકા અને ડુંગળીના કોમ્બીનેશનમાં બનતાં 'મિરચી વડાં' ખાવામાં લાગે છે એકદમ ટેસ્ટી અને બનાવવામાં એકદમ સરળ હોય છે. જાણો તેની રીત.
સામગ્રી
લીલાં લાંબા મરચાં- ૨૫૦ ગ્રામ
બટાકા - ૨૫૦ ગ્રામ
ડુંગળી- ૧૦૦ ગ્રામ
ચણાનો લોટ - ૧૫૦ ગ્રામ
ખાવાનો સોડા એક ચપટી
તળવા માટે તેલ જરૂરી મુજબ
રાઈ, મીઠું, હળદર, મરચું, હિંગ, ધાણાજીરું જરૂર મુજબ
રીત
- પહેલા બટાકાને બાફી લો.
- ડુંગળીને ઝીણી સમારી લો.
- લસણ, લીલાં મરચાં, વાટી નાખો.
- બાફેલાં બટાકાની છાલ ઉતારી હાથ વડે મસળી નાખો.
- એમાં ડુંગળી નાખો.
- એનો રાઈથી વઘાર કરી મીઠું, હળદર, મરચું અને હિંગ નાખો.
- ધાણાજીરું પાવડર નાંખી ચમચા વડે હલાવો.
- એકરસ થાય ત્યારે નીચે ઉતારી લો.
- લીલાં મરચાંને ધોઈને ઊભા ચીરી નાખો.
- હવે મરચાંની ફાટમાં તૈયાર થયેલું ઉપર મુજબનું મિશ્રણ ભરો.
- પછી ખાવાનો સોડા ચણાના લોટમાં નાખી ખીરું તૈયાર કરો.
- એમાં ભરેલા મિરચી વડાં બોળીને ગરમ કરેલાં તેલમાં તળી લો.
- તેલ નિતારી બહાર કાઢી લો.
- આ મિરચી વડાં કોઈપણ ચટણી સાથે પીરસો.
No comments:
Post a Comment