ગુજરાતમાં આજે શરદપૂનમનો તહેવાર મનાવવામાં આવી રહ્યો છે. શરદપૂનમના
દિવસે ખાસ કરીને નવરાત્રિના ગરબાનું આયોજન કરવામાં આવે છે. આ દિવસે
ચંદ્રદર્શનનું અને સાથે સાથે દૂધપૌંઆનું પણ અનેરું મહત્વ છે. ચંદ્રદર્શન
કરેલા ઠંડા દૂધપૌંઆ ખાવાનો રિવાજ છે. જો તમે તમારા રસોડે દૂધપૌંઆ બનાવવાનું
વિચારી રહ્યા છો તો નોંધી લો આ સરળ રેસિપિ અને ખુશ કરી દો ઘરના તમામ
સભ્યોને. રાતે જમ્યા બાદ તમે આ ઠંડા અને ચંદ્રદર્શન કરાવેલા દૂધપૌંઆની મજા
માણવાનું ચૂકશો નહીં.
સામગ્રી
- અડધો લિટર ફૂલ ક્રીમ મિલ્ક
- અડધો કપ પૌંઆ
- પા કપ ખાંડ
- એક ટીસ્પૂન કાજૂ
- એક ટીસ્પૂન કિશમિશ
- એક ટીસ્પૂન પિસ્તા
- ચાર નંગ નાની ઇલાયચી
- અડધો કપ પૌંઆ
- પા કપ ખાંડ
- એક ટીસ્પૂન કાજૂ
- એક ટીસ્પૂન કિશમિશ
- એક ટીસ્પૂન પિસ્તા
- ચાર નંગ નાની ઇલાયચી
રીત
દૂધને ગરમ કરવા રાખો. જ્યાં સુધી તે ગરમ થાય ત્યાં સૂધી સૂકોમેવો
સુધારીને રાખો. ઇલાયચીનો ભૂકો કરો. પિસ્તાની ઊભી કતરણ કરો. દૂઘ ઉકળે એટલે
તેમાં પૌંઆ મિક્સ કરો. પૌંઆ ચઢી જાય અને સારી રીતે મિક્સ થાય ત્યાં સુધી
ઉકાળો અને હલાવતા રહો. તમામ સૂકોમેવો તેમાં ઉમેરો. થોડા પિસ્તા ગાર્નિંશિંગ
માટે રાખો. તેમાં તમે પસંદ પ્રમાણે બદામ અને ચારોળી પણ નાંખી શકો છો.
તેમાં ખાંડ અને ઇલાયચી ઉમેરો. તેને સ્વાદ અનુસાર નાંખો. તૈયાર છે તમારા
દૂધપૌંઆ. દૂધપૌંઆને ગરમ કે ઠંડા સર્વ કરી શકાય છે.
No comments:
Post a Comment