આણંદથી ૩ કિલોમીટર દુર આવેલા જીટોડિયા ગામના વૈજનાથ મહાદેવ મંદિરમાં હજારો વર્ષોથી એક રહસ્ય છુપાયેલું છે. આ મંદિરમાં આવેલા શિવલિંગમાંથી પાણી નીકળે છે અને આ પાણી કેવી રીતે નીકળે છે એ રહસ્યનો વિષય બની ગયું છે. આ મંદિર વિષે એવું કહેવાય છે કે જ્યારે ભીમે રાક્ષસી હિડંબા સાથે લગ્ન કર્યા ત્યાર પછી તે અહીંયા રોકાયો હતો અને તે શિવ ભક્તિ માટે આ શિવલિંગની પૂજા કરતો હતો. સમય વીતતાં કુદરતી આફતોને કારણે આ શિવલિંગ જમીનમાં દટાઈ ગયું હતું અને વર્ષો સુધી જમીનમાં દટાયેલું રહ્યું હતું.
શિવલિંગ પર 25 જેટલા છિદ્રો છે જેમાંથી ગંગા જેવું પવિત્ર જળ નીકળ્યાં જ કરે છે |
ખોદકામ કરતાં જમીનમાંથી મળી આવ્યું હતું શિવલિંગ
ઇ.સ. 1212માં ગુજરાતમાં જ્યારે સિદ્ધરાજ જયસિંહનું શાસન હતું. આ ગામના એક ગોવાળિયાની ગાય વાંરવાર આ સ્થળે દૂધ જરી દેતી હતી અને આ જગ્યાએ ગોવાળિયાઓએ ખોદકામ કર્યું હતું. ખોદકામ કરતાં જમીનમાંથી આ શિવલિંગ મળી આવ્યું હતું અને જેમાં ઘા વાગવાથી ખંડિત થયું હતું. જ્યારે શિવલિંગ બહાર કાઢવામાં આવ્યું ત્યારે તેમાં પડેલા છિદ્રોમાંથી પાણી નીકળતાં લોકો આશ્ચર્ય ચકિત થઇ ગયા અને સિદ્ધરાજ જયસિંહ સુધી આ વાત પહોંચી અને સિદ્ધરાજ જયસિંહે મંદિરનો જીણોધાર કરાવ્યો હતો અને શિવલિંગનું મંદીરમાં સ્થાપન કર્યું હતું.
અધિકારીઓ પણ આ ચમત્કારને સમજી શક્ય ન હતા
મોઘલોના શાસન દરમિયાન હુમલામાં આ મંદિરને નુકસાન કરવામાં આવ્યું હતું પરંતુ શિવલિંગમાંથી નીકળતું પાણી ચાલુ જ રહ્યું હતું. આ ઘટના પછી સદીઓ વીતી ગઈ અને 1913માં બ્રિટીશ સરકારના ખેડા કલેક્ટરે ભૂસ્તર વિભાગને આ રહસ્ય સમજવાની જવાબદારી સોંપી હતી પણ તે અધિકારીઓ પણ આ ચમત્કારને સમજી શક્ય ન હતા.
શિવલિંગમાંથી નીકળે છે પાણી
રાજ્યના ખાણ-ખનીજ વિભાગના ભૂસ્તર શાસ્ત્રીને આ રહસ્યમય જગ્યાએ મોકલવામાં આવ્યા હતા અને તેઓ જણાવ્યું હતું કે ‘શિવલિંગમાંથી પાણી નીકળવાનો વિષય એ જીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયામાં આવે’, જ્યારે જીયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડીયાના અધિકારીએ પણ આ રહસ્ય સંદર્ભે કંઈ પણ કેહવાની ના પડી દીધી હતી અને ગુજરાત ગ્રાઉન્ડ વોટર ઓથોરીટીનો સંપર્ક કરવા જણાવ્યું હતું.
શું ખાસિયત છે આ શિવલિંગની
આ શિવલિંગ જીટોડિયા ગામના વૈજનાથ મહાદેવમાં આવેલું છે અને તે 2.5 ફૂટ જેટલું છે. તેની ઉપર 25 જેટલા છિદ્રો છે જેમાંથી ગંગા જેવું પવિત્ર જળ નીકળ્યાં જ કરે છે. તેમાં સૌથી મોટું છિદ્ર લગભગ 1.5 ઇંચનું છે જેમાં અવિરત પણે પાણીનો પ્રવાહ નીકળતો હોય છે. થોડા મહિનાઓ પહેલા મંદિરના અગ્રણીઓ દ્વારા શિવલિંગ પર એક ક્વચ બનાવવામાં આવ્યું છે જેથી શિવલિંગમાંથી નીકળતું પાણી સીધું બહાર જાય છે.
લજ્જા ગોસ્વામી રહે છે આ જ મંદિરમાં
ઇન્ટરનેશનલ શુટર અને કોમનવેલ્થ મેડલિસ્ટ લજ્જા ગોસ્વામી જીટોડિયા ગામના આજ શિવ મંદિરમાં રહે છે. લજ્જાના પિતા તીલકગીરી ગોસ્વામી આ મંદિરના પુજારી છે અને તેઓ વર્ષોથી આ શિવજીની સેવા કરે છે. લજ્જાનું અભિવાદન કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ આ મંદિરમાં આવ્યા હતા.
ઇન્ટરનેશનલ શુટર અને કોમનવેલ્થ મેડલિસ્ટ લજ્જા ગોસ્વામી જીટોડિયા ગામના આજ શિવ મંદિરમાં રહે છે. લજ્જાના પિતા તીલકગીરી ગોસ્વામી આ મંદિરના પુજારી છે અને તેઓ વર્ષોથી આ શિવજીની સેવા કરે છે. લજ્જાનું અભિવાદન કરવા માટે તત્કાલીન મુખ્યમંત્રી નરેન્દ્ર મોદી પણ આ મંદિરમાં આવ્યા હતા.
No comments:
Post a Comment