Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: વેજીટેબલ હાંડવો બનાવવાની રીત
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Tuesday, February 3, 2015

વેજીટેબલ હાંડવો બનાવવાની રીત

વેજીટેબલ હાંડવો બનાવવાની રીત જાણી લો એક ક્લિક પર


સામગ્રી-

-1 કપ હાંડવાનો લોટ
-1 ટી સ્પૂન તલ
-5 કળી લસણ
-100 ગ્રામ બટાકા ઝીણા સમારેલા
-વટાણા જરૂર મુજબ
-કોબી જરૂર મુજબ
-ગાજર જરૂર મુજબ
-દૂધી જરૂર મુજબ
-તેલ પ્રમાણસર
-મીઠું સ્વાદાનુસાર
-હાંડવાનો મસાલો  પ્રમાણસર
-કોથમીર

હાંડવાના લોટ તેમજ મસાલા માટે-
-2 કપ ચોખા
-1 કપ તુવેરની દાળ
-1/4 કપ ચણાની દાળ
-1/4 કપ અડદની દાળ
-1 કપ દહીં
-4 ટેબલ સ્પૂન ઘઉંનો જાડો લોટ
-250 ગ્રામ દુધી
-2 ટી સ્પૂન આદું-મરચાંની પેસ્ટ
-2 ટેબલ સ્પૂન મેથીયાનો મસાલો
-2 ટેબલ સ્પૂન ગોળ
-1 ટી સ્પૂન મરચું
-1/2 ટી સ્પૂન હળદર
-2 ટી સ્પૂન અથાણાનો રસો
-1 ચપટી સાજીનાં ફૂલ
-1 ટી સ્પૂન રાઈ

રીત-

-સૌપ્રથમ ચોખા અને દાળ ધોઈ, સુકવીને કકરૂં લાડવાના લોટ જેવું વાટી લો.
-ચોખા, દાળને પલાળીને મિક્સરમાં વાટીને પણ થાય. તેમાં દહીં નાખીને વાટવું.
-હવે લોટમાં ત્રણ ચમચી દહીં નાખી, બધો મસાલો તેમજ બધા જ વેજીટેબલ્સ નાખી, હુંફાળા પાણીથી લોટ પલાળવો.
-તેમાં 250 ગ્રામ દુધી છીણી ને નાખો.
-શિયાળામાં દહીં થોડું વધારે નાખી 6કલાક પલાળવું અને જો ઉનાળો હોય તો દહીં ઓછું નાખી 4 કલાક પલાળવું.
-જ્યારે હાંડવો મુકવો હોય ત્યારે બે ચમચી તેલ, જરૂરી પાણી, સાજીના ફૂલ ગરમ કરી નાખવા.
-હવે હાડંવાના કુકરને તેલથી ગ્રીસ કરી ખીરું નાખી દેવું. તેલ, રાઈ અને તલનો વઘાર કરી ખીરા ઉપર પાથરવો.
-પાંચથી દસ મિનિટ ગેસ ફાસ્ટ રાખવો. પછી ધીમો કરવો.
-પોણા કલાકે હાંડવો તૈયાર થઇ જશે. નોન-સ્ટીકમાં પણ હાંડવો મૂકી શકાય.
-એક બાજુ થઇ જાય એટલે બીજી બાજુ ફેરવવો. ઓવન, માઈક્રોવેવમાં પણ હાંડવો કરી શકાય છે.

No comments:

Post a Comment

Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies