સાબુદાણા મૂંગ પકોડા ખુબ જ ક્રિસ્પી હોય છે. અને સ્વાદમાં પણ
સ્વાદિષ્ટ લાગતા હોય છે. તમે આ પકોડાને કોઈ પાર્ટીમાં સ્ટાર્ટર તરીકે પણ
સર્વ કરી શકો છો. ક્યારેક ટી ટાઈમ સ્નેક્સ તરીકે પણ સર્વ કરી શકો છો. અથવા
તો તમને ક્યારે પણ ક્રિસ્પી અને સ્વાદિષ્ટ ખાવવાનું મન થાય તો તમે આ ડિશ
ચોક્કસથી બનાવી શકો છો. આ ડિશ બનાવવામાં પણ સરળ છે.
સામગ્રી-
-80 ગ્રામ નાના સાબુદાણા
-1/2 મગ કપ પલાળીને થોડાંક બાફેલા
-2 મધ્યમ કદના બટાટા બાફેલા
-1/2 કપ મગફળી શેકેની ફોલેલી
-1 થી 2 નંગ લીલા મરચાં સમારેલા
-1 ઈંચનો આદુંનો ટુકડો પેસ્ટ કરેલો
-2 થી 3 ટેબલસ્પૂન કોથમીર સમારેલી
-1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર
-1/4 ટીસ્પન મરી પાવડર
-1/4 ટીસ્પૂન આમચૂર પાવડર
-1 ટીસ્પૂન ધાણા પાવડર
-મીઠું સ્વાદાનુસાર
-તેલ તળવા માટે
-1/2 મગ કપ પલાળીને થોડાંક બાફેલા
-2 મધ્યમ કદના બટાટા બાફેલા
-1/2 કપ મગફળી શેકેની ફોલેલી
-1 થી 2 નંગ લીલા મરચાં સમારેલા
-1 ઈંચનો આદુંનો ટુકડો પેસ્ટ કરેલો
-2 થી 3 ટેબલસ્પૂન કોથમીર સમારેલી
-1/4 ટીસ્પૂન લાલ મરચું પાવડર
-1/4 ટીસ્પન મરી પાવડર
-1/4 ટીસ્પૂન આમચૂર પાવડર
-1 ટીસ્પૂન ધાણા પાવડર
-મીઠું સ્વાદાનુસાર
-તેલ તળવા માટે
રીત-
સૌપ્રથમ સાબુદાણાને થોઈને ચારથી પાંચ કલાક માટે પલાળી દો. મગને સાફ કરીને ધોઈને તેને પણ પાંચ કલાક માટે પાણીમાં પલાળી દો.
પલાળેલા મગને કૂકરમાં ઉમેરીને માત્ર એક જ સીટી વગાડી લો. ત્યાર બાદ
કૂકર ઠંડુ થાય એટલે તેને નીતારી લો. મગને થોડાક જ બાફવા. જેથી તે મેશી ના
થાય.મગફળની એકદમ કરકરા ક્રશ કરી લો. બટાટા છોલીને તેનો છૂંદો કરી લો. હવે
એક મોટા મિક્ષિંગ બાઉલમાં સાબુદાણા લો. તેમાં બાફેલા મગ, મેશ બટાટા, મીઠું,
આદુંપેસ્ટ, કોથમીર, લીલા મરચાં, લાલ મરચું પાવડર, કાળા મરી પાવડર, આમચૂર
પાવડર અને ધાણા પાવડર ઉમેરીને સારી રીતે મિક્ષ કરી લો. બધી જ વાનગીઓ સારી રીતે મિક્ષ થઈને બાઈન્ડ થાય એ રીતે તૈયાર કરો.
હવે એક કડાઈમાં તેલ ગરમ કરી લો. તેલ ગરમ થાય એટલે તેમાં તૈયાર કરેલા
મિશ્રણમાંથી નગેટ્સ ઉમેરો. ધીમા તાપે ક્રિસ્પી અને લાઈટ બ્રાઉન રંગના થાય
એરીતે તળો. આ મિશ્રણમાંથી લગભગ 50 થી 60 જેટલા નગેટ્સ તૈયાર થશે. તળાય જાય
એટલે તેને પેપર નેપકિન પર કાઢીને તૈયારીમાં સર્વકરો. આ ગરમા-ગરમ કુરકુરા સાબુદાણા મૂંગ નગેટ્સ ગ્રીન ચટણી અને ટોમેટો સોસ સાથે ખુબ જ સ્વાદિષ્ટ લાગે છે.
No comments:
Post a Comment