મોનસૂનમાં અહીં જોવા મળે છે અદભૂત પ્રાણીઓ, જુઓ ભાગ્યેજ જોવા મળતા PICS
ગુજરાત કુદરતી સંપદાઓથી ભરેલું છે, ગુજરાત પાસે સૌથી લાંબો 1600 કિ.મીનો
દરિયા કાંઠો છે અને એક પ્રવાસન સ્થળ તરીકે આ દરિયા કિનારો ઉભરી રહ્યો છે,
સોમનાથ હોય, દ્વારિકા હોય, પોરબંદર હોય કે પછી જામનગર અને કચ્છ બધે જ આપણને
કંઇક કંઇક કુદરતી સૌંદર્યનો નજારો જોવા મળી રહે છે, જોકે આજે વાત એક એવા
દરિયા કાંઠાની કરવાની છે, જે ગુજરાતનો સૌથી સ્વચ્છ દરિયા કાંઠો માનવામાં
આવે છે. બેટ દ્વારિકા પાસે આવેલો ડન્ની પોઇન્ટ પોતાની સુંદરતા અને
સ્વચ્છતાના કારણે હંમેશા પ્રવાસીઓને આકર્ષવામાં સફળ રહ્યો છે. જો મોસમ એવી
હોય અને કિસ્મત હોય તો આ દરિયામાં ડોલફિન જોવા મળે છે કારણ કે એ અનૂકુળ
મોસમમાં જ બહાર આવે છે.
ગુજરાતના અન્ય દરિયા
કિનારાની સરખામણીએ સ્નાન લેવા અને સનબાથ માટે આ કાંઠો શ્રેષ્ઠ માનવામાં આવે
છે. તેમજ આ બીચ પર તમને એનેક કુદરતી સંપદાઓ પણ જોવા મળે છે. બીચની સુંદરતા
અને સ્વચ્છતાના કારણે દરિયાઇ જીવો પણ આપણને સહજતાથી જોવા મળી રહે છે.
દરિયાની રાણી સમાન ગણાતી ડોલફિન્સ આપણને અહી જોવા મળી જાય છે અને એટલા માટે
જ અહી પ્રવાસીઓની ભીડ પણ સારી એવી જોવા મળે છે. આ સ્થળે પ્રેમની અનુભૂતિ
કરવા માટે પણ ખાસ માનવામાં આવે છે કારણ કે અહીનો નજારો રમણીય અને પ્રેમને
વધુ ગાઢ બનાવે તેવો હોય છે.
ડન્ની પોઇન્ટ્સના આકર્ષણ અંગે વાત કરીએ તો ડોલફિન્સ, મરીન
ટર્ટલ્સ, જેલી ફીશ, સી ફેધર, સી અનેમનિ, બ્રિસ્ટલ વોર્મ્સ, કોરલ્સ,
મલૌસ્ક્સ, ક્રેબ્સ, સ્ટારફીશ, સી કૂકમ્બર, બાર્નકલ્ સહિતના દરિયાઇ જીવો
જેવા આકર્ષણ જોવા મળે છે. ડન્ની પોઇન્ટ્સની મુલાકાત દરમિયાન ડોલફિન્સને
કેમેરામાં કંડારવાની આહલાદક તક અને અનુભવ મળી રહે છે, જેને માણવાનુ
પ્રવાસીઓ ક્યારેય ચૂકતા નથી. આ ઇકો ટૂરિઝમ સાઇટ્સ પર તમે અનેક પ્રકારની
એક્ટિવિટી કરી શકો છો. જેમકે નેચર ગેમ્સ, કોસ્ટલ ટ્રેકિંગ, મરિન લાઇવ
ઓબ્ઝર્વેશન, કેમ્પ ફાયર, લર્ન નેવિગેશન, ડોલફિન શૂટિંગ, બીચ કેમ્પિંગ,
વાઇલ્ડલાઇફ ફોટોગ્રાફી, કોરલ રીફ જોઇ શકો છો, સન સેટની મજા માણી શકો છો.
જ્યારે તમે આ બીચની મુલાકાત લો ત્યારે સાથે જરૂરી ક્લોથ્સ, લાઇટ વુલેન
વીઅર, કેમેરા જેવી સામગ્રી લઇ જવાનું ન ભૂલો. ડન્ની પોઇન્ટ દ્વારિકાથી 30
કિ.મી દૂર આવેલું છે ત્યાં જવા માટે તમને અનેક ટ્રાન્સપોર્ટેશનના સાધનો મળી
શકે છે.