Google+ Gujarati Gupshup | Gujarati Suvichar | Gujarati Sayari | Gujarati Thoughts Gujarati Gupshup | Gujarati Thoughts | Gujarat Tourism: July 2014
Gujarati Suvichar,Maru Gujarat, Gujarat Tourist Places

Tuesday, July 29, 2014

ફરાળી વાનગીઓ - શ્રાવણ માસ માટે

પવિત્ર શ્રાવણ મહિનાની શરૂઆત થઈ ગઈ છે. આથી આજે અમે તમારી માટે નીત નવી અને ચટપટી 13 પ્રકારની ફરાળી વાનગીની રેસિપી લઈને આવ્યા છીએ. પહેલો શ્રાવણિયો સોમવાર પણ આવી ગયો છે. આજે દરેક મહાદેવના મંદિર હર હર મહાદેવના નાદથી ગુંજી ઉઠશે. ગુજરાતમાં હજારો લોકો ભોળાનાથની ઉપાસનામાં આજના દિવસે ઉપવાસ કરતા હોય છે. આખો દિવસ કામ કરતા હોય તો, માત્ર ફળ પર દિવસ કાઢવો જરા મુશ્કેલ બની જાય છે. એટલે જ જો અવનવી ફરાળી વાનગીનો થોડો સાથ મળી જાય તો દિવસ સહેલાઇથી પસાર થઈ જાય અને અશક્તિનો અનુભવ પણ ના રહે. સાથે-સાથે ભોળાનાથની ભક્તિ પણ ભરપૂર થાય. તો થઈ જાવ તૈયાર આરાધના કરતા-કરતા બનાવવા 13 જાતની ચટપટી વાનગીઓ.
 ૧) ફરાળી કોઇન્સ-

સામગ્રી-
-2 ચમચી તેલ
-1 નંગ કેપ્સિકમ
-1 નંગ ટમેટુ
-50 ગ્રામ પનીર
-1 ચમચી આદું-મરચાંની પેસ્ટ
-2 ચમચી લાલ મરચું પાવડર
-2 નંગ બાફેલા બટેટા
-1 બાઉલ મોરૈયાનું ખીરૂં
-1 ચમચી તલ
-6 નંગ મીઠા લીમડાના પાન
-તેલ વઘાર માટે
-મીઠું સ્વાદાનુસાર
રીત-
સૌપ્રથમ મોરૈયાના લોટમાં જીરુ, મીઠું, આદું-મરચાંની પેસ્ટ અને એક ચપટી સોડા ઉમેરી ખીરૂં તૈયાર કરવું. ત્યાર બાદ એક નોનસ્ટીક કડાઈમાં બે ચમચી તેલ મૂકી તેમાં ઝીણું સમારેલું કેપ્સિકમ સાંતળો. ત્યાર બાદ તેમાં ઝીણું સમારેલું ટામેટું ઉમેરો. થોડીવાર બાદ તેમાં છીણેલું પનીર, આદું-મરચાંની પેસ્ટ, લાલ મરચું, મીઠું સ્વાદ પ્રમાણે ઉમેરો. હવે તેમાં બાફેલા બટેટાનો માવો ઉમેરી બરાબર મિકસ કરી પૂરણ તૈયાર કરો. પૂરણને એક બાઉલમાં ઠંડુ થવા દો. ત્યાર બાદ એક કૂકરમાં ઇડલીનાં સ્ટેન્ડમાં તેલ લગાવી મૂકી દો. તેમાં થોડું મોરૈયાનું ખીરુ રેડી દો. ત્યારબાદ તેમાં થોડુ તૈયાર કરેલું પૂરણ મૂકો અને ફરી મોરૈયાનું ખીરુ ઉપર રેડી દો. ચડવા દો. ૫ થી ૭ મિનિટમાં થઇ જશે. થઇ ગયા બાદ એક ડીશમાં ફરાળી કોઇન્સ મૂકો. હવે વઘાર માટે થોડું તેલ મૂકો. તેલ ગરમ થઈ ગયા બાદ તેમાં તલ અને મીઠા લીમડાનાં પાન ઉમેરો. તૈયાર થયેલો વઘાર કોઇન્સ પર રેડી દો. ફરાળી ચટણી સાથે સર્વ કરો.
૨) ફરાળી સેવ-પૂરી-

સામગ્રી-
-1 બાઉલ રાજગરાનો લોટ
-1 નંગ બફેલો બટાકો
-2 ચમચી મરચું
-દાડમના દાણા
-બટાકાની સેવ
-ગ્રીન ચટણી
-દહીં
-ફુદીનાની ચટણી
-રાજગરાની પૂરી
-તેલ
-મીઠું સ્વાદાનુસાર
રીત-
રાજગરાની પૂરી પર બાફેલા બટાટાના ટુકડા મુકવા. ત્યાર બાદ જીરું-મીઠું નાખેલું મોળું દહીં પાથરવું. તેના પર ફુદીનાની ચટણી અને ગ્રીન ચટણી નાખવી. તેના પર બટાકાની સેવ નાખવી, દાડમના દાણા નાખી સર્વ કરવું.
૩)મોરૈયાના દહીંવડા-

સામગ્રી-

-100 ગ્રામ મોરૈયો
-3 ચમચી શિંગોડાનો લોટ
-ગ્રીન ચટણી
-ખજુર-આંબલીની ચટણી
-મસાલાવાળું દહીં
-મીઠું સ્વાદાનુસાર
રીત-
સૌપ્રથમ મોરૈયાને બાફી લો. ત્યાર બાદ તેમાં શિંગોડાનો લોટ ઉમેરી બરાબર મિક્ષ કરી લો. હવે તેના ગોળા વાળવા. તેલમાં ચમચાથી લઇ તળી લેવા. પ્લેટમાં ઠંડા કરવા. પછી સહેજ દબાવવા. પછી તેમાં ગ્રીન ચટણી નાખવી. તેના પર ખજુર-આંબલીની ચટણી નાખવી. પછી તેમાં મસાલા દહીં નાખવું. કોથમીર નાખી સર્વ કરવું .

૪) ફરાળી પાતરા-
સામગ્રી-

-3 નંગ અળવીના પાન
-1 બાઉલ રાજગરાનો લોટ
-1 બાઉલ મોરૈયાનો લોટ
-11/2 ચમચી લીંબુનો રસ
-2 ચમચી લાલ મરચું
-મીઠું સ્વાદાનુસાર
-ખાંડ
રીત-
સૌપ્રથમ એક બાઉલમાં રાજગરાનો લોટ અને મોરૈયાનો લોટ બરાબર મિક્ષ કરો. ત્યાર બાદ તેમાં લીંબુનો રસ, મીઠું, લાલ મરચું, અને ખાંડ નાખી ખીરું તૈયાર કરો. અળવીના પાન પર તે ખીરું ચોપડવું. પછી તેના રોલ વાળી બાફવા. ઠંડા પડે પછી કાપવા. કડાઈમાં તેલ મૂકી જીરૂં, તલ, લીલા મરચાં નાખી પાતરા વઘારવા. નીચે ઉતાર્યા પછી તેના પર દાડમના દાણા, અને કોપરાની છીણ નાખી સર્વ કરો .
૫) ફરાળી બફવડા -
 સામગ્રી-
-500 ગ્રામ બટાકા
-1 વાટકી કોપરાનું છીણ
-2 ચમચી શેકેલા તલ
-1 વાટકી ચમચા શેકેલા સીંગદાણા
-10 થી 1 નંગ કિશમિશ
-10 થી 12 નંગ કાજુ
-2 ચમચા ખાંડ
-2 થી 3 નંગ લીલાં મરચાં
-1/2 ચમચી મરચું
-2 ચમચા આરાલોટ
-1/2 ચમચી ગરમ મસાલો
-મીઠું સ્વાદાનુસાર
-તેલ તળવા માટે
રીત-
સૌપ્રથમ બટાકાને બાફી, છોલીને છૂંદો કરી લો. તેમાં જરૂર પ્રમાણે આરાલોટ અને મીઠું ભેળવી બફવડાનું મિશ્રણ તૈયાર કરો. આને થોડી વાર એક તરફ રહેવા દો. આ દરમિયાન કોપરાનું છીણ, શેકેલા સીંગદાણા, તલ, કિશમિશ, કાજુના ટુકડા, થોડી ખાંડ, મીઠું, મરચું  બધું બરાબર મિક્ષ કરો. બટાકાના મિશ્રણમાંથી ગોળા વાળી તેમાં આ સ્ટફિંગ કરો. તમે ઇચ્છો તો આને શિંગોડાના લોટના મિશ્રણમાં બોળીને તેલમાં તળી લો અથવા બફવડાના ગોળાને આરાલોટમાં રગદોળી ગરમ તેલમાં આછા બ્રાઉન રંગના તળીને એબ્સોર્બન્ટ પેપર પર કાઢો.

૬) ફરાળી હાંડવો-
 
સામગ્રી-
 
-1 બટાકાની છીણ
-1 કપ પલાળેલા સાબુદાણા
-1/2 કપ રાજગરો
-1/2 કપ શિંગોડાનો લોટ
-2 ચમચી સિંગદાણાનો ભૂકો
-1 ચમચી દહીં-ખાંડ
-1 ચમચી આદું-મરચાંની પેસ્ટ
-1/2 ચમચી તજ-લવિંગનો ભૂકો
-લાલ મરચું સ્વાદાનુસાર
-મીઠું સ્વાદાનુસાર
 
રીત-
 
ઉપરની બધી સામગ્રી મિક્ષ કરી તેમાં પાણી નાખી જાડું ખીરું તૈયાર કરવું. હવે કઢાઈમાં તેલ ગરમ કરવા મૂકો. તેમાં જીરું નાખો. જીરૂં લાલ થાય એટલે તેમાં એક ચમચી તલ નાખવા. ત્યાર બાદ લીમડો નાખવો. પછી બનાવેલું ખીરામાંથી પુડલા જેવું પાથરવું. ધીમો ગેસ રાખવો. ડીશ ઢાંકી દેવી. પાંચ મિનીટ રાખવું. પછી પલટાવીને પાંચ મિનીટ રાખવું. પૂડા જેવો હાંડવો થશે.

Wednesday, July 9, 2014

એક જ ભુલ...


પ્રેમ ની રજૂઆત


માણસ ના તો રડી ને શીખે છે


લખુ છુ કેમ કે કલમ નો સાથ છે

લખુ છુ કેમ કે કલમ નો સાથ છે,
મારા શબ્દો મા ફક્ત તારી યાદ છે.
કવીતાઓ તો લખવી ગમે મન,
પણ હ્રદય ને તો એક જ ગઝલ ની પ્યાસ છે.
શેરો શાયરી શોખ નહોતા માર,
પણ જીવન નુ અધુરા પણુ પણ એક આશ છે.
ઈચ્છા થાય છે કે સીતારા ઓ પર જઈ સુર્યને જોવુ,
પણ જીંદગી ને તો ચન્દ્ર ની પ્યાસ છે.
નથી જનતો કે કીનારો ક્યા છે,
પણ સાહિલ ની મને તલાસ છે.
જેવુ પણ મળ્યુ છે આ જીવન મુજને,
હે પ્રભુ તારા ચરણ પામવા માટે મારી લાશ છે.

કોઈ હસી ગયો

કોઈ હસી ગયો અને કોઈ રડી ગયો
કોઈ પડી ગયો અને કોઈ ચડી ગયો
થૈ આંખ બન્ધ ઓઢ્યું કફન એટલે થયું
નાટક હતું મઝાનું ને પડદો પડી ગયો
-શેખાદમ આબુવાલા

વાતે વાતે જેને


Copyright 2015 - Gujarati Gupshup

Developed By : Netcurve Technologies